વિડ મલાનના ૫૩ રન અને કૅપ્ટન જૉસ બટલરના ૪૦ રન એળે ગયા હતા.
England vs Bangladesh
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
બંગલાદેશે ગઈ કાલે મીરપુરમાં ટી૨૦ના વિશ્વવિજેતા ઇંગ્લૅન્ડને સિરીઝની સતત ત્રીજી અને છેલ્લી ટી૨૦માં પણ હરાવીને એની સામે ૩-૦થી ક્લીન સ્વીપ કરી હતી. ઇંગ્લૅન્ડનો ત્રીજી વાર (બે કે વધુ ટી૨૦વાળી શ્રેણીમાં) વાઇટવૉશ થયો છે. ગઈ કાલે લિટન દાસ (૫૭ બૉલમાં ૭૩ રન) અને નજમુલ શૅન્ટો (૩૬ બૉલમાં અણનમ ૪૭)ની ઇનિંગ્સની મદદથી બંગલાદેશે બે વિકેટે ૧૫૮ રન બનાવ્યા હતા. સાત બ્રિટિશ બોલર્સમાં આગામી આઇપીએલના સૌથી મોંઘા ખેલાડી સૅમ કરૅન (પંજાબ કિંગ્સ, ૧૮.૫૦ કરોડ રૂપિયા)ને તેમ જ ક્રિસ વૉક્સ, જોફ્રા આર્ચર, રેહાન અહમદ અને મોઇન અલીને એકેય વિકેટ નહોતી મળી.
ઇંગ્લૅન્ડની ટીમ ૧૫૯ રનના લક્ષ્યાંક સામે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૪૨ રન બનાવી શકતાં ૧૬ રનથી હારી ગઈ હતી. ડેવિડ મલાનના ૫૩ રન અને કૅપ્ટન જૉસ બટલરના ૪૦ રન એળે ગયા હતા. તસ્કિન અહમદે સૌથી વધુ બે વિકેટ લીધી હતી. લિટન દાસને મૅચનો અને કુલ ૧૪૪ રન બનાવનાર નજમુલ શૅન્ટોને સિરીઝનો પુરસ્કાર અપાયો હતો.