ગુરુવારે ચટગાંવમાં શ્રેણીની પહેલી મૅચ ૬ વિકેટે જીત્યા પછી ગઈ કાલે મીરપુરમાં બંગલાદેશનો ૪ વિકેટે વિજય થયો હતો.
England vs Bangladesh
મૅન ઑફ ધ મૅચ મેહદી હસન મિરાઝ
નવેમ્બર ૨૦૨૨માં ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટી૨૦નો વર્લ્ડ કપ જીતનાર જૉસ બટલરની ઇંગ્લૅન્ડની ટીમને બંગલાદેશે ગઈ કાલે સતત બીજી ટી૨૦માં હરાવીને એની સામે પહેલી વાર રમાયેલી દ્વિપક્ષી ટી૨૦ સિરીઝ જીતી લીધી હતી. ગુરુવારે ચટગાંવમાં શ્રેણીની પહેલી મૅચ ૬ વિકેટે જીત્યા પછી ગઈ કાલે મીરપુરમાં બંગલાદેશનો ૪ વિકેટે વિજય થયો હતો.
ઑફ-સ્પિનિંગ ઑલરાઉન્ડર તથા મૅન ઑફ ધ મૅચ મેહદી હસન મિરાઝ (૪-૦-૧૨-૪ અને ૧૬ બૉલમાં ૨૦ રન) તથા નજમુલ શૅન્ટો (૪૭ બૉલમાં અણનમ ૪૬) આ મૅચના હીરો હતા. ઇંગ્લૅન્ડના ૨૦ ઓવરમાં માત્ર ૧૧૭ રન બન્યા બાદ બંગલાદેશે ૧૮.૫ ઓવરમાં ૬ વિકેટે ૧૨૦ રન બનાવીને યાગદાર વિજય મેળવ્યો હતો. હવે આવતી કાલે ઇંગ્લૅન્ડ ૦-૩ના વાઇટવૉશથી બચવા કમર કસીને રમશે.