Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજે ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાશે સિરીઝની નિર્ણાયક વન-ડે મૅચ

આજે ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાશે સિરીઝની નિર્ણાયક વન-ડે મૅચ

29 September, 2024 08:04 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચોથી વન-ડે ૧૮૬ રનથી જીતીને ઇંગ્લૅન્ડે પાંચ મૅચની સિરીઝ બે-બેથી બરાબર કરીને રોમાંચ વધારી દીધો

હૅરી બ્રુક

હૅરી બ્રુક


૨૭ સપ્ટેમ્બરે લંડનના લૉર્ડ્‍સ સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે સિરીઝની ચોથી મૅચ રમાઈ હતી. વરસાદને કારણે ૩૯-૩૯ ઓવરની થયેલી આ મૅચમાં ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન મિચલ માર્શે ટૉસ જીતીને પહેલાં બોલિંગ પસંદ કરી હતી. ટૉસ હાર્યા બાદ પ્રથમ બૅટિંગ કરવા આવેલી ઇંગ્લૅન્ડની ટીમે ૩૯ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૩૧૨ રન બનાવ્યા હતા, પરંતુ આ લક્ષ્યના જવાબમાં ઑસ્ટ્રેલિયાની ટીમ ૨૪.૪ ઓવરમાં માત્ર ૧૨૬ રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી અને એને ૧૮૬ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.


ઇંગ્લૅન્ડ માટે તેમના કૅપ્ટન હૅરી બ્રુકે આ મૅચમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. હૅરી બ્રુકે ૮૭ રનની તોફાની ઇનિંગ્સ રમી  હતી, જેમાં ૧૧ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. લિયામ લિવિંગસ્ટને ૨૭ બૉલમાં ૬૨ રન બનાવીને ઇનિંગ્સનો અંત આણ્યો હતો. આ દરમ્યાન લિયામ લિવિંગસ્ટને ત્રણ ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા. તે પચીસ બૉલમાં ફિફ્ટી ફટકારીને લૉર્ડ્‍સ સ્ટેડિયમમાં ફાસ્ટેસ્ટ વન-ડે ફિફ્ટી ફટકારનારો બૅટર બન્યો હતો. આજે ભારતીય સમય અનુસાર બપોરે ૩.૩૦ વાગ્યાથી બે-બેથી બરાબર થયેલી આ પાંચ મૅચની વન-ડે સિરીઝની અંતિમ અને નિર્ણાયક મૅચ રમાશે. 


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2024 08:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK