Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ૬ ફુટ ૭ ઇંચનો, માત્ર ૨૦ વર્ષનો લેફ્ટી ફાસ્ટ બોલર જોશ હલ આજે પહેલી જ વાર રમશે ઇંગ્લૅન્ડ માટે

૬ ફુટ ૭ ઇંચનો, માત્ર ૨૦ વર્ષનો લેફ્ટી ફાસ્ટ બોલર જોશ હલ આજે પહેલી જ વાર રમશે ઇંગ્લૅન્ડ માટે

06 September, 2024 11:47 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મૅથ્યુ પૉટ્સના સ્થાને ૨૦ વર્ષના જોશ હલને ઇંગ્લૅન્ડની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે

જોશ હલ

જોશ હલ


મૅન્ચેસ્ટર અને લૉર્ડ્‌સ ટેસ્ટમાં જીત મેળવ્યા બાદ ઇંગ્લૅન્ડ પહેલાંથી જ શ્રીલંકા સામે ૨-૦થી સિરીઝ જીતી ચૂક્યું છે. આજે ઓવલના મેદાન પર બન્ને ટીમ વચ્ચે ત્રીજી ટેસ્ટ-મૅચ શરૂ થશે. આ ટેસ્ટમાં પચીસ વર્ષના ફાસ્ટ બોલર મૅથ્યુ પૉટ્સના સ્થાને ૨૦ વર્ષના જોશ હલને ઇંગ્લૅન્ડની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.


આ વર્ષે ૨૦ ઑગસ્ટે ૨૦ વર્ષનો થયેલો જોશ હલ ૧૦ ફર્સ્ટ ક્લાસ મૅચમાં ૧૬ વિકેટ લઈ ચૂક્યો છે. હેડ કોચ બ્રેન્ડન મૅક્લમ અને રેગ્યુલર ટેસ્ટ-કૅપ્ટન બેન સ્ટોક્સ ઇંગ્લૅન્ડની યુવા પ્રતિભાઓને આગળ લાવી રહ્યા હોવાથી ૬ ફુટ ૭ ઇંચની હાઇટ ધરાવતા ડાબા હાથના ફાસ્ટ બોલર જોશ હલને ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરવાની તક મળી છે. 


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2024 11:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK