કૅપ્ટન જૉસ બટલર પણ અંગ્રેજ ટીમને આ શરમજનક સ્થિતિમાંથી બહાર લાવવામાં નિષ્ફળ રહ્યો હતો, પણ તેણે કટકની મૅચ બાદ ભારતીય કૅપ્ટન રોહિત શર્માની ભરપૂર પ્રશંસા કરી હતી.
જૉસ બટલર
ભારતની ધરતી પર ૧૯૮૪ બાદ એક પણ વન-ડે સિરીઝ ન જીતવાનો ઇંગ્લૅન્ડની ટીમનો શરમજનક રેકૉર્ડ યથાવત્ રહ્યો છે. કૅપ્ટન જૉસ બટલર પણ અંગ્રેજ ટીમને આ શરમજનક સ્થિતિમાંથી બહાર લાવવામાં નિષ્ફળ રહ્યો હતો, પણ તેણે કટકની મૅચ બાદ ભારતીય કૅપ્ટન રોહિત શર્માની ભરપૂર પ્રશંસા કરી હતી.
બીજી વન-ડે પછી બટલર કહે છે, ‘આ કદાચ અમારા બધા માટે એક સારો પાઠ છે કે જ્યારે રોહિત જેવો પ્લેયર પ્રેશરમાં આવી શકે છે ત્યારે આપણે આપણી જાત સાથે થોડા વધુ આરામદાયક રહેવું જોઈએ. રોહિત એક મહાન ક્રિકેટર છે જે લાંબા સમયથી સારું પ્રદર્શન કરી રહ્યો છે અને ટોચના પ્લેયર્સ સામાન્ય રીતે સારું પ્રદર્શન કરે છે અને આજે તેણે એ જ કર્યું. જ્યારે પણ તમે મહાન પ્લેયર સામે રમો છો અને તેઓ આવી ઇનિંગ્સ રમે છે ત્યારે મને ખાતરી છે કે બન્ને ટીમના પ્લેયર્સ પાઠ શીખે છે. રોહિતે શાનદાર ઇનિંગ્સ રમી અને પ્રેશરમાં સારું રમીને વિરોધી ટીમ પર પ્રેશર કેવી રીતે બનાવવું એ બતાવ્યું. તેણે વન-ડેમાં કેટલાક બેન્ચમાર્ક સ્થાપિત કર્યા છે અને ફરી એક વાર શાનદાર ઇનિંગ્સ રમી છે.’

