સફળ સર્જરી બાદ તેણે પોતાના પગનો પહેલો ફોટો શૅર કર્યો હતો
બેન સ્ટોક્સે શૅર કર્યો સર્જરીવાળા પગનો ફોટો
ઇંગ્લૅન્ડના ટેસ્ટ-કૅપ્ટન બેન સ્ટોક્સે તાજેતરમાં હૅમસ્ટ્રિંગની ઇન્જરી માટે સર્જરી કરાવી હતી. સફળ સર્જરી બાદ તેણે પોતાના પગનો પહેલો ફોટો શૅર કર્યો હતો. ફોટોમાં તે કારની પાછળની સીટ પર બેઠો છે. ફોટોમાં તેના પગમાં બ્રેસ છે અને નીચે ઓશીકું છે. કૅપ્શનમાં સ્ટોક્સે મજાકમાં પોતાને બાયોનિક મૅન એટલે કે શરીર પર ઇલેક્ટ્રૉમેકૅનિકલ ઉપકરણોવાળો માણસ ગણાવ્યો હતો. ડિસેમ્બર ૨૦૨૪માં ન્યુ ઝીલૅન્ડમાં ઇંગ્લૅન્ડની અંતિમ ટેસ્ટ-મૅચ દરમ્યાન સ્ટોક્સને ડાબા પગમાં ઇન્જરી થઈ હતી, જેના માટે તેને સર્જરી અને ત્રણ મહિનાની રિકવરી જરૂરી હતી.