અબ્રાર અહમદ અને નૌમન અલીએ ચાર-ચાર વિકેટ લીધી હતી
England Vs Pakistan
હૅરી બ્રુક
ઇંગ્લૅન્ડ સામેની પહેલી બન્ને ટેસ્ટ હારી ગયા બાદ પાકિસ્તાને ગઈ કાલે ત્રીજી અને આખરી ટેસ્ટના બીજા દિવસે બીજા દાવમાં વિના વિકેટે ૨૧ રન બનાવ્યા હતા અને પ્રથમ દાવની લીડ ઉતારવા એણે હજી ૨૯ રન બનાવવાના બાકી હતા.
એ પહેલાં ઇંગ્લૅન્ડે પહેલા દાવમાં ૩૫૪ રન બનાવીને ૫૦ રનની લીડ લીધી હતી. એમાં હૅરી બ્રુક (૧૧૧ રન, ૧૫૦ બૉલ, ત્રણ સિક્સર, આઠ ફોર)ની સતત ત્રીજી મૅચની સદીનો સમાવેશ હતો. મૅન ઑફ ધ ટુર્નામેન્ટના પુરસ્કાર માટેના આ પ્રબળ દાવેદારે બેન ફૉક્સ (૬૪ રન, ૧૨૧ બૉલ, છ ફોર) સાથે છઠ્ઠી વિકેટ માટે ૧૧૭ રનની ભાગીદારી કરી હતી. અબ્રાર અહમદ અને નૌમન અલીએ ચાર-ચાર વિકેટ લીધી હતી. પાકિસ્તાને પ્રથમ દાવમાં બાબર આઝમના ૭૮ રનની મદદથી ૩૦૪ રન બનાવ્યા હતા.
ADVERTISEMENT
પાકિસ્તાનને પહેલી વાર ઘરઆંગણે ટેસ્ટ-શ્રેણીમાં વાઇટવૉશ થવાનો ડર છે.