Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ૧૬ વર્ષ બાદ કિવીઓ સામે તેમની જ ધરતી પર ટેસ્ટ-સિરીઝ જીતી અંગ્રેજોએ

૧૬ વર્ષ બાદ કિવીઓ સામે તેમની જ ધરતી પર ટેસ્ટ-સિરીઝ જીતી અંગ્રેજોએ

Published : 09 December, 2024 09:43 AM | Modified : 09 December, 2024 10:09 AM | IST | Wellington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બીજી ટેસ્ટમાં ન્યુ ઝીલૅન્ડને ૩૨૩ રને હરાવીને ત્રણ મૅચની સિરીઝમાં ૨-૦ની અજેય લીડ મેળવી ઇંગ્લૅન્ડે : ઘરઆંગણે ન્યુ ઝીલૅન્ડે ૩૨૩ રનથી સૌથી મોટી ટેસ્ટ-હારનો સામનો કરવો પડ્યો

ગઈ કાલે બીજી ટેસ્ટમાં ન્યુ ઝીલૅન્ડ સામે જીતની ઉજવણી કરતી ઇંગ્લૅન્ડની ટીમ.

ગઈ કાલે બીજી ટેસ્ટમાં ન્યુ ઝીલૅન્ડ સામે જીતની ઉજવણી કરતી ઇંગ્લૅન્ડની ટીમ.


ગઈ કાલે વેલિંગ્ટનમાં બીજી ટેસ્ટ જીતીને ઇંગ્લૅન્ડે ન્યુ ઝીલૅન્ડ સામેની ત્રણ મૅચની ટેસ્ટ-સિરીઝમાં ૨-૦થી અજેય લીડ મેળવી લીધી છે. પહેલી ઇનિંગ્સમાં ૨૮૦ રન ફટકારનાર ઇંગ્લૅન્ડે બીજી ઇનિંગ્સમાં ૬ વિકેટ ગુમાવીને ૪૨૭ રન ખડકીને ૫૮૩ રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો પણ પહેલી ઇનિંગ્સમાં ૧૨૫ રને સમેટાઈ ગયેલી ન્યુ ઝીલૅન્ડની ટીમ બીજી ઇનિંગ્સમાં ૨૫૯ રન જ ફટકારી શકી હતી. પહેલી ઇનિંગ્સમાં ૧૨૩ અને બીજી ઇનિંગ્સમાં પંચાવન રન ફટકારનાર હૅરી બ્રુક પ્લેયર ઑફ ધ મૅચ બન્યો છે. પહેલી મૅચ ૮ વિકેટે અને બીજી મૅચ ૩૨૩ રનથી જીતનાર ઇંગ્લૅન્ડની નજર હવે ૧૪ ડિસેમ્બરથી હૅમિલ્ટનમાં રમાનારી ત્રીજી ટેસ્ટ જીતવા પર રહેશે. 


ઘરઆંગણે ન્યુ ઝીલૅન્ડની આ સળંગ ચોથી ટેસ્ટ-હાર છે. આ પહેલાં ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ-સિરીઝમાં સતત બે હાર મળી હતી. ઇંગ્લૅન્ડે ૨૦૦૮ બાદ પહેલી વાર ન્યુ ઝીલૅન્ડની ધરતી પર ટેસ્ટ-સિરીઝ જીતી છે. આ ૧૬ વર્ષ દરમ્યાન રમાયેલી ચાર સિરીઝમાંથી બે સિરીઝ ઇંગ્લૅન્ડ હાર્યું હતું અને અન્ય બે ડ્રૉ રહી હતી. 



૩૨૩ રનની હાર ઘરઆંગણે ન્યુ ઝીલૅન્ડની સૌથી મોટા માર્જિનની ટેસ્ટ-હાર છે. આ પહેલાં ૨૦૦૧માં ન્યુ ઝીલૅન્ડે ઑકલૅન્ડમાં પાકિસ્તાન સામે ૨૯૯ રનની મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓવરઑલ ન્યુ ઝીલૅન્ડની રનની દૃષ્ટિએ ત્રીજી સૌથી મોટી હાર છે અને ઇંગ્લૅન્ડ માટે રનના આધારે ઓવરઑલ ચોથી સૌથી મોટી જીત અને ઘરની બહાર બીજી સૌથી મોટી જીત છે. ૨૦૦૩માં બંગલાદેશને તેમની જ ધરતી પર ૩૨૯ રને હરાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

09 December, 2024 10:09 AM IST | Wellington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK