૨૧ વર્ષ પહેલાં આૅસ્ટ્રેલિયન ટીમે જ ૨૧ વન-ડે મૅચ જીતવાનો બનાવ્યો હતો રેકૉર્ડ
બીજી મૅચના મૅન ઑફ ધ મૅચ ઍલેક્સ કૅરીએ ૭૪ રન ફટકાર્યા હતા.
૨૧ સપ્ટેમ્બરે યજમાન ટીમ ઇંગ્લૅન્ડને બીજી વન-ડે મૅચમાં ૬૮ રને હરાવીને ઑસ્ટ્રેલિયન ટીમે પાંચ મૅચની સિરીઝમાં ૨-૦થી લીડ મેળવી લીધી છે. આ સાથે ઑસ્ટ્રેલિયાની ટીમે સતત ૧૪મી વન-ડે મૅચમાં જીત મેળવીને શ્રીલંકન ટીમના સતત ૧૩ મૅચ જીતવાના રેકૉર્ડને તોડીને ઓવરઑલ લિસ્ટમાં બીજું સ્થાન પણ પોતાને નામે કર્યું છે. વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩ દરમ્યાન એટલે કે ઑક્ટોબર ૨૦૨૩થી સપ્ટેમ્બર ૨૦૨૪ દરમ્યાન ઑસ્ટ્રેલિયાએ સતત ૧૪ વન-ડે જીતીને શ્રીલંકાના જૂન ૨૦૨૩થી ઑક્ટોબર ૨૦૨૩ સુધી સતત ૧૩ વન-ડે જીતવાના રેકૉર્ડને પાછળ છોડ્યો હતો. ૨૧ વર્ષ પહેલાં જાન્યુઆરી ૨૦૦૩થી મે ૨૦૦૩ સુધી કાંગારૂ ટીમે સતત ૨૧ વન-ડે મૅચમાં જીત મેળવીને સળંગ વન-ડે મૅચ જીતવાનો રેકૉર્ડ બનાવ્યો હતો.
વન-ડે ફૉર્મેટમાં સૌથી વધુ સતત મૅચ જીતનારી ટીમ
કેટલી મૅચ? ટીમ ક્યારે?
૨૧ મૅચ ઑસ્ટ્રેલિયા જાન્યુઆરી ૨૦૦૩ - મે ૨૦૦૩
૧૪ મૅચ ઑસ્ટ્રેલિયા ઑક્ટોબર ૨૦૨૩ - સપ્ટેમ્બર ૨૦૨૪
૧૩ મૅચ શ્રીલંકા જૂન ૨૦૨૩ - ઑક્ટોબર ૨૦૨૩
૧૨ મૅચ સાઉથ આફ્રિકા ફેબ્રુઆરી ૨૦૦૫ - ઑક્ટોબર ૨૦૦૫
૧૨ મૅચ પાકિસ્તાન નવેમ્બર ૨૦૦૭ - જૂન ૨૦૦૮
૧૨ મૅચ સાઉથ આફ્રિકા સપ્ટેમ્બર ૨૦૧૬ – ફેબ્રુઆરી ૨૦૧૭