૫૧ વર્ષના ડોડા ગણેશના સ્થાને કેન્યાના બે ભૂતપૂર્વ ક્રિકેટર્સને કોચની જવાબદારી સોંપવામાં આવી હતી
ફાઇલ તસવીર
કેન્યા ક્રિકેટ બોર્ડે ગઈ કાલે કર્ણાટકના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ડોડા ગણેશને હેડ કોચના પદ પરથી હટાવી દીધો હતો. ગયા મહિને ૧૪ ઑગસ્ટે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ડોડા ગણેશને કેન્યાની પુરુષ ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. અહેવાલમાં જણાવ્યા મુજબ નિયુક્તિની પ્રક્રિયા યોગ્ય રીતે થઈ નહોતી અને એમાં ગેરરીતિઓ થઈ હતી એ કારણસર તેને પદ પરથી હટાવવામાં આવ્યો છે. ૫૧ વર્ષના ડોડા ગણેશના સ્થાને કેન્યાના બે ભૂતપૂર્વ ક્રિકેટર્સને કોચની જવાબદારી સોંપવામાં આવી હતી. ડોડા ગણેશ ૧૯૯૭માં ભારત માટે ચાર ટેસ્ટ અને એક વન-ડે રમ્યો હતો.

