ભારતના સ્પોર્ટ્સ મિનિસ્ટરે આ ઐતિહાસિક જીત મેળવવા બદલ ભારતીય દિવ્યાંગ ક્રિકેટ ટીમને અભિનંદન આપ્યાં હતાં.
ભારતની દિવ્યાંગ ચૅમ્પિયન્સ ટીમ, કોચિંગ સ્ટાફ અને મૅનેજમેન્ટ ટીમ સાથે મનસુખ માંડવિયા.
શ્રીલંકામાં આયોજિત દિવ્યાંગ ચૅમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં ભારતીય ટીમ ઇંગ્લૅન્ડને ૭૯ રને હરાવીને ચૅમ્પિયન બની છે. ગઈ કાલે દિલ્હીમાં ભારતની આ જ દિવ્યાંગ ચૅમ્પિયન ટીમને સ્પોર્ટ્સ મિનિસ્ટર મનસુખ માંડવિયા મળ્યા હતા. ભારતના સ્પોર્ટ્સ મિનિસ્ટરે આ ઐતિહાસિક જીત મેળવવા બદલ ભારતીય દિવ્યાંગ ક્રિકેટ ટીમને અભિનંદન આપ્યાં હતાં.
મનસુખ માંડવિયાએ કહ્યું કે ‘જો તમે દિવ્યાંગ છો તો એનો અર્થ એ નથી કે તમે દેશને ગૌરવ અપાવી શકતા નથી. તમારી જીત આનો પુરાવો છે. ઇંગ્લૅન્ડ, શ્રીલંકા અને પાકિસ્તાન સામેની જીત સહિત છ ગ્રુપ-સ્ટેજ મૅચમાંથી પાંચ મૅચ જીતવી એ કોઈ નાની સિદ્ધિ નથી. આપણા દિવ્યાંગ પ્લેયર્સ આપણને ગર્વ અનુભવવાનાં ઘણાં કારણો આપી રહ્યાં છે. સરકાર તમારી સાથે ઊભી છે. તમારે તમારી સફળતાનો ઉપયોગ વિવિધ પ્લૅટફૉર્મ પર વધુ યુવાનોને પ્રેરણા આપવા માટે કરવો જોઈએ.’