દેવદત્તે આ વિડિયોમાં કહ્યું હતું કે હું ખુશ છું કે મને આ તક મળી રહી છે અને આશા છે કે હું એનો ફાયદો ઉઠાવી શકીશ
દેવદત્ત પડિક્કલ
ગઈ કાલે ભારતીય ક્રિકેટ બોર્ડે ૨૪ વર્ષના કર્ણાટકના બૅટર દેવદત્ત પડિક્કલનો વિડિયો શૅર કરી બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT)માં તેની ઑફિશ્યલ એન્ટ્રીની જાહેરાત કરી હતી. દેવદત્તે આ વિડિયોમાં કહ્યું હતું કે હું ખુશ છું કે મને આ તક મળી રહી છે અને આશા છે કે હું એનો ફાયદો ઉઠાવી શકીશ. ભારતીય ઓપનિંગ બૅટર શુભમન ગિલની ઇન્જરીને કારણે તેને ભારતીય સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે.
તેણે આ વર્ષે માર્ચમાં ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટમાં ડેબ્યુ કરતાં ૧૦ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૬૫ રનની ઇનિંગ્સ રમી હતી. એકમાત્ર ટેસ્ટ રમ્યા બાદ જુલાઈમાં T20 ડેબ્યુ કરી શ્રીલંકા સામે બે મૅચમાં ૩૮ રન બનાવ્યા બાદ તે ટીમમાં વાપસી કરી શક્યો નહોતો. તેણે હાલમાં ઑસ્ટ્રેલિયા A સામેની બે અનઑફિશ્યલ ટેસ્ટની ચાર ઇનિંગ્સમાં ૧૫૧ રન ફટકારી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.