અરુણ જેટલી સ્ટેડિયમમાં મુંબઈ સામે અગિયારમાંથી સાત મૅચ જીત્યું છે દિલ્હી
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારે પવનના કારણે મુંબઈનું નેટ પ્રૅક્ટિસ-સેશન અટકી પડ્યું હતું.
વર્તમાન IPL સીઝનમાં આજે છઠ્ઠા ડબલ હેડરમાં બીજો મુકાબલો અને IPL 2025ની ૨૯મી મૅચ દિલ્હી કૅપિટલ્સ (DC) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચે રમાશે. અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી આજે સીઝનની સળંગ પાંચમી જીત મેળવવાનો ટાર્ગેટ રાખશે, જ્યારે મુંબઈ હારની હૅટ-ટ્રિકથી બચવાનો પ્રયાસ કરશે.
ટીમ સાથે બૅન્ગલોરથી દિલ્હી ઍરપોર્ટ પહોંચ્યો અક્ષર પટેલ.
ADVERTISEMENT
દિલ્હી પોતાના જૂના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં વર્તમાન સીઝનની પહેલી મૅચ રમશે. અરુણ જેટલી સ્ટેડિયમમાં બન્ને ટીમ વચ્ચે અગિયાર મૅચ રમાઈ છે જેમાં હોમ ટીમ દિલ્હીએ સાત મૅચ જીતી છે જ્યારે મુંબઈની ટીમ ૨૦૧૦, ૨૦૧૧, ૨૦૧૯ અને ૨૦૨૩ની સીઝન મળીને કુલ ચાર મૅચ જીતી શકી છે.
મૉલદીવ્ઝમાં દિલ્હીની જર્સી પહેરીને પોતાનો સપોર્ટ દર્શાવી રહ્યો છે મેન્ટર કેવિન પીટરસન.
જોરદાર ફૉર્મમાં ચાલી રહેલી અક્ષર પટેલની ટીમ સામે હાર્દિક પંડ્યાની ટીમ મુંબઈને મોટો પડકાર મળશે. દિલ્હીના સ્પિનર કુલદીપ યાદવ અને ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક મુંબઈના અનુભવી બૅટર રોહિત શર્મા જેવા પ્લેયર્સને પડકાર આપતા જોવા મળશે, જ્યારે શાનદાર ફૉર્મમાં જોવા મળી રહેલા દિલ્હીના સ્ટાર બૅટર કે. એલ. રાહુલ સહિતના બૅટ્સમેનો સામે જસપ્રીત બુમરાહ સહિત મુંબઈનું બોલિંગ-યુનિટ ફૉર્મમાં વાપસી કરવાનો પ્રયાસ કરશે.
હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૩૫ |
MIની જીત |
૧૯ |
DCની જીત |
૧૬ |
મૅચનો સમય
સાંજે ૭.૩૦ વાગ્યાથી

