જાણીતી પર્સનાલિટીના ડીપફેક ફોટો મૂકવાના સોશ્યલ મીડિયામાં ઘણા કિસ્સા જોવા મળે છે. આવી જ એક ઘટના સચિન તેન્ડુલકરની પુત્રી સારા તેન્ડુલકર સાથે બની છે.
સારા તેંડુલકર
જાણીતી પર્સનાલિટીના ડીપફેક ફોટો મૂકવાના સોશ્યલ મીડિયામાં ઘણા કિસ્સા જોવા મળે છે. આવી જ એક ઘટના સચિન તેન્ડુલકરની પુત્રી સારા તેન્ડુલકર સાથે બની છે, જેના નામનાં ઘણાં ફેક અકાઉન્ટ્સ એક્સ પર છે, જે અગાઉ ટ્વિટર તરીકે જાણીતું હતું, જેમાં તેના ડીપફેક ફોટો મૂકવામાં આવ્યા છે. આ મામલે ઇન્સ્ટાગ્રામ પર તેણે પોતાના ફૅન્સને કહ્યું હતું કે ‘મારા ઘણા ફોટો ટ્વિટર પર છે, જે મારા નામે લોકોને ગેરમાર્ગે દોરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. મારું એક્સ પર કોઈ અકાઉન્ટ નથી. એવી આશા રાખું છું કે એક્સ આવા અકાઉન્ટને સસ્પેન્ડ કરે. કોઈને ખોટી રીતે હેરાન કરીને મનોરંજન ન થવું જોઈએ.’ જોકે પછી એણે પોસ્ટ ડીલીટ કરી હતી.