સ્કોર ૬ વિકેટે ૧૧૬ હતો અને ૪૨ બૉલમાં જોઈતા હતા ૯૪ રન, જે ત્રણ બૉલ બાકી રાખીને કરી લીધા : લખનઉ સામે પહેલી વાર કોઈએ ૨૦૦ પ્લસનો ટાર્ગેટ ચેઝ કર્યો, દિલ્હીએ આઠ વર્ષ બાદ આવી કમાલ કરી
જીત બાદ દિલ્હી કૅપિટલ્સના મેન્ટર કેવિન પીટરસન સાથે ઑલરાઉન્ડર આશુતોષ શર્મા.
સોમવારે દિલ્હી કૅપિટલ્સે એક વિકેટે લખનઉ સુપર જાયન્ટ્સ સામે રોમાંચક જીત મેળવી હતી. દિલ્હીએ ૨૧૦ રનનો પોતાનો હાઇએસ્ટ ટાર્ગેટ ચેઝ કર્યો હતો. દિલ્હીએ ૨૦૧૭માં ગુજરાત લાયન્સ સામે ૨૦૯ રનનો એકમાત્ર ૨૦૦ પ્લસ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. લખનઉ સામે હૅટ-ટ્રિક જીત મેળવનાર દિલ્હી આ હરીફ ટીમ સામે ૨૦૦ પ્લસ રનનો ટાર્ગેટ ચેઝ કરનાર પહેલી ટીમ બની છે. ૧૩ ઓવર બાદ દિલ્હીનો સ્કોર ૧૧૬/૬ હતો. દિલ્હીને ૪૨ બૉલમાં ૯૪ રનની જરૂર હતી ત્યારે દિલ્હીની જીતની સંભાવના ૧.૫૬ ટકા અને લખનઉની ૯૮.૪૪ ટકા હતી. ત્યાંથી દિલ્હીએ ૬.૩ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ૯૫ રન બનાવીએ યાદગાર જીત નોંધાવી છે.
ટાર્ગેટ ચેઝ કરતાં દિલ્હીએ છેલ્લી સાત ઓવરમાં બનાવેલા રન
૧૪મી ઓવર - ૧૭ રન
૧૫મી ઓવર - ૧૫ રન
૧૬મી ઓવર - ૨૦ રન
૧૭મી ઓવર - ૦૩ રન
૧૮મી ઓવર - ૧૭ રન
૧૯મી ઓવર - ૧૬ રન
૨૦મી ઓવર - ૦૭ રન

