આધુનિક ડ્રેનેજ સિસ્ટમના અભાવે ગયા અઠવાડિયે ભારે વરસાદને કારણે ગ્રાઉન્ડ પ્રભાવિત થયું હતું.
ભીના આઉટફીલ્ડ
ન્યુ ઝીલૅન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની ટેસ્ટ-ઇતિહાસની પહેલી મૅચના પ્રથમ દિવસે ભીના આઉટફીલ્ડને કારણે રમવું શક્ય બન્યું નહોતું. ગ્રેટર નોએડાનું સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ગ્રાઉન્ડ જે શહીદ વિજય સિંહ પથિકના નામે પણ ઓળખાય છે એમાં સોમવારે વરસાદ પડ્યો નહોતો, પરંતુ આધુનિક ડ્રેનેજ સિસ્ટમના અભાવે ગયા અઠવાડિયે ભારે વરસાદને કારણે ગ્રાઉન્ડ પ્રભાવિત થયું હતું.
મૅચના અધિકારીઓએ દિવસ દરમ્યાન ઘણી વખત નિરીક્ષણ કર્યું હતું, પરંતુ ખેલાડીઓ માટે મેદાનમાં ઊતરવા માટે પરિસ્થિતિ યોગ્ય નહોતી. સવારે ૧૦ વાગ્યે શરૂ થનારી ટેસ્ટ-મૅચનો પ્રથમ દિવસ સાંજે ચાર વાગ્યે રદ કરવામાં આવ્યો હતો. આજે સવારે ૯ વાગ્યે ટૉસ અને ૯.૩૦ વાગ્યે રમત શરૂ કરવાનું આયોજન છે. આખા સપ્તાહ દરમ્યાન વરસાદ અને વાવાઝોડાની આગાહી સાથે ખરાબ હવામાનથી ટેસ્ટ-મૅચ પર કેટલી અસર થાય છે એ જોવું રહ્યું.