ભારતીય સિનેમા, હું આવી રહ્યો છું. હું રૉબિનહુડનો ભાગ બનવા માટે ઉત્સાહિત છું. મને એનું શૂટિંગ કરવામાં ખૂબ મજા આવી
ડેવિડ વૉર્નર
૨૮ માર્ચે તેલુગુ ફિલ્મ ‘રૉબિનહુડ’ રિલીઝ થઈ રહી છે જેમાં ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વૉર્નર નાનકડી ભૂમિકા ભજવશે. આ મૂવીનો એનો પહેલો લુક સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. વૉર્નરે ડેબ્યુ મૂવીનું પોસ્ટ શૅર કરીને લખ્યું છે કે ‘ભારતીય સિનેમા, હું આવી રહ્યો છું. હું રૉબિનહુડનો ભાગ બનવા માટે ઉત્સાહિત છું. મને એનું શૂટિંગ કરવામાં ખૂબ મજા આવી.’

