ઉપસ્થિત ક્રિકેટર્સમાં ખાસ કરીને કીર્તિ આઝાદ, મદન લાલ, અતુલ વાસન, મુરલી કાર્તિકનો સમાવેશ હતો
બેદીને અંજલિ આપી રહેલી પુત્રવધુ નેહા ધુપિયા
દિલ્હીમાં ગઈ કાલે ભારતના સ્પિન-કિંગ બિશનસિંહ બેદીની પ્રાર્થના સભા યોજાઈ હતી જેમાં અનેક ક્રિકેટ ખેલાડીઓ તેમ જ બૉલીવુડના અભિનેતાઓ અને અભિનેત્રીઓ હાજર હતા. ઉપસ્થિત ક્રિકેટર્સમાં ખાસ કરીને કીર્તિ આઝાદ, મદન લાલ, અતુલ વાસન, મુરલી કાર્તિકનો સમાવેશ હતો. બૉલીવુડમાંથી શર્મિલા ટાગોર, કબીર બેદી, વગેરે હાજર હતા. બેદીના ઍક્ટર-પુત્ર અંગદ બેદીએ અભિનેત્રી નેહા ધુપિયા સાથે લગ્ન કર્યા છે.
મદન લાલે સ્પીચમાં બિશન પાજીને પોતાના ઉસ્તાદ, ગુરુ અને મેન્ટર તરીકે ઓળખાવ્યા હતા. કીર્તિ આઝાદે કહ્યું હતું કે ૅબેદી કમ્પ્લીટ મૅન હતા. લોકો કહે છે કે શ્રી રામમાં ૧૨ કલા હતી અને શ્રી કૃષ્ણમાં ૧૬ કલા હતી. બેદીમાં માનવી તરીકે તમામ પ્રકારની કલાઓ હતી.’

