બીસીસીઆઇએ પણ યુવીને સોશ્યલ મીડિયામાં બર્થ-ડેની શુભેચ્છા આપી હતી.
સચિન તેન્ડુલકરે ગઈ કાલે યુવરાજના બર્થ-ડે નિમિત્તે ઇન્સ્ટાગ્રામ પર તેની સાથેનો થોડા સમય પહેલાંનો એક ફોટો પોસ્ટ કર્યો હતો.
ભારતના બેસ્ટ ઑલરાઉન્ડર્સમાં ગણાતા ભૂતપૂર્વ અગ્રેસિવ બૅટર યુવરાજ સિંહે ગઈ કાલે ૪૧મો જન્મદિન ઊજવ્યો હતો અને એ પ્રસંગે તેના અનેક ક્રિકેટર-ચાહકોએ તેને સોશ્યલ મીડિયા પર અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યાં હતાં. વન-ડેના આવતા વર્ષના વર્લ્ડ કપ પહેલાં વાઇટ-બૉલ ક્રિકેટમાં ભારતની યુવા ટીમ આકાર પામી રહી છે અને એમાં ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ તેમ જ શુભમન ગિલ જેવા યુવા બૅટર્સનો ખાસ સમાવેશ છે.
રાઇટ-હૅન્ડ બૅટર અને ‘ટૉક ઑફ ધ ટાઉન’ શુભમન ગિલે યુવી માટેની સ્પેશ્યલ પોસ્ટમાં લખ્યું છે કે ‘તમે ભારતીય ક્રિકેટ ટીમના લેજન્ડ છો અને મારા મેન્ટર. તમે મને આજ સુધી જે પણ માર્ગદર્શન આપ્યું છે એ બદલ તમારો ખૂબ-ખૂબ આભાર.’
ADVERTISEMENT
યુવરાજે તાજેતરમાં કહ્યું હતું કે ઑક્ટોબર ૨૦૨૩માં ભારતમાં યોજાનારા ઓડીઆઇ વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમના ઓપનિંગ બૅટર્સ માટે મારી દૃષ્ટિએ શુભમન ગિલ મજબૂત દાવેદાર કહી શકાય.’
સચિન તેન્ડુલકર, વિરાટ કોહલી, સુરેશ રૈના, ગૌતમ ગંભીર, દીપક હૂડા, ઉમેશ યાદવ અને કુલદીપ યાદવે તેમ જ બીસીસીઆઇએ પણ યુવીને સોશ્યલ મીડિયામાં બર્થ-ડેની શુભેચ્છા આપી હતી.