અક્ષર-મેહાએ એક વર્ષ પહેલાં સગાઈ કરી હતી
અક્ષર પટેલ આ મહિને મેહા સાથે લગ્નગ્રંથિથી જોડાશે
ટીમ ઇન્ડિયાનો સ્પિનિંગ-ઑલરાઉન્ડર અક્ષર પટેલ આ મહિનાના છેવટના અઠવાડિયામાં મંગેતર મેહા પટેલ સાથે લગ્નગ્રંથિથી જોડાશે. વડોદરામાં જેડ ગાર્ડન ખાતે બારાત અને લગ્નનો મુખ્ય કાર્યક્રમ ૨૬ જાન્યુઆરીએ રાખવાનું નક્કી કરાયું છે. જોકે આખો પ્રોગ્રામ ચાર દિવસનો છે, જેમાં ૨૪મીએ પિપલાદના શ્રીજી ઉપવનમાં મ્યુઝિકલ મેંદી બાદ પચીસમીએ વડોદરાની કબીર હોટેલમાં ગણેશ સ્થાપના અને માંડવા મૂહુર્ત તેમ જ હલ્દીના પ્રોગ્રામનું આયોજન છે. એ જ દિવસે ઇલેક્ટ્રિક સંગીત અને ક્રિકેટ બ્રન્ચના કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે. ૨૬મીએ વેડિંગ બાદ ૨૭મીએ ઉત્તરસન્ડાના આરાધ્ય પાર્ટી લૉન્સમાં રિસેપ્શન યોજાશે.
અક્ષર-મેહાએ એક વર્ષ પહેલાં સગાઈ કરી હતી. તેમની જોડી ‘અક્ષકીમેહા’ તરીકે ઓળખાય છે. થોડાં વર્ષો પહેલાં નડિયાદમાં આઇસ-ગોલાની મોજ માણતી વખતે બન્ને વચ્ચેની મિત્રતા શરૂ થઈ હતી અને પછી અક્ષરે પોતાના બર્થ-ડેએ મેહાને પ્રપોઝ કર્યા બાદ તેમની દોસ્તી એકમેકના જીવનસાથી બનવામાં ફેરવાઈ હતી.
ADVERTISEMENT
28
અક્ષરે ગયા વર્ષે જાન્યુઆરીમાં પોતાના આટલામા જન્મદિને ગર્લફ્રેન્ડ મેહા સાથે સગાઈ કરી હતી.