લેફ્ટ આર્મ સ્પિનર સુમન કુમાર અન્ડર-19ની કૂચ બિહાર ટ્રોફીમાં મેળવી અનોખી સિદ્ધિ
સુમન કુમાર
બિહારનો લેફ્ટ આર્મ સ્પિનર સુમન કુમાર અન્ડર-19ની કૂચ બિહાર ટ્રોફીમાં એક જ દાવમાં ૧૦ વિકેટ અને હૅટ-ટ્રિક લેનારો પ્રથમ બોલર બન્યો છે. તે ટુર્નામેન્ટના ઇતિહાસમાં હૅટ-ટ્રિક લેનારો ત્રીજો બોલર પણ બન્યો હતો. ૧૮ વર્ષના સુમન કુમારે ગઈ કાલે પટનામાં રાજસ્થાન સામે આ સિદ્ધિ મેળવી હતી.