ઇંગ્લૅન્ડના બૅટર હૅરી બ્રુકે પંચાવન બોલમાં નૉટઆઉટ ૧૦૦ રન ફટકારીને આઇપીએલ ૨૦૨૩ની પહેલી સેન્ચુરી ફટકારી હતી.
બ્રુકને ઓપનિંગમાં મોકલવાનો નિર્ણય કોચ લારાએ લીધો હતો
ઇંગ્લૅન્ડના બૅટર હૅરી બ્રુકે પંચાવન બોલમાં નૉટઆઉટ ૧૦૦ રન ફટકારીને આઇપીએલ ૨૦૨૩ની પહેલી સેન્ચુરી ફટકારી હતી. હૈદરાબાદ તરફથી રમનાર આ ખેલાડી કલકત્તા સામે ઈડન ગાર્ડન્સના મેદાનમાં ૧૨ ફોર અને ત્રણ સિક્સર ફટકારી હતી. તેણે ફાસ્ટ બોલરો સામે આક્રમક, તો સ્પિન બોલરો સામે સાવચેતીપૂર્વક રમ્યો હતો. સ્પિન ઑલરાઉન્ડર અભિષેક શર્માએ કહ્યું હતું કે ‘હૅરી બે ત્રણ મૅચમાં સારું રમ્યો નહોતો અેથી કોચ બ્રાયન લારાએ તેને ઓપનિંગમાં મોકલવાનો નિર્ણય લીધો તેમ જ મને સ્પિનરો સામે રમવા માટે કહ્યું, કારણ કે કલકત્તા પાસે સારા સ્પિનરો હતા. આ કોઈ કાયમી નહીં, પરંતુ એક યોજના બનાવીને નિર્ણય લેવામાં આવ્યો હતો.’ હૈદરાબાદે ૪ વિકેટે ૨૨૮ રન કરીને કલકત્તાને ૨૩ રનથી મહાત આપી હતી. અભિષેકે કહ્યું હતું કે અમે જાણતા હતા કે બ્રુક ફાસ્ટ બોલરોને સરળતાથી ફટકારી શકશે. મારા મતે કોચ અને મૅનેજમેન્ટનો આ સારો નિર્ણય હતો.