ચેતેશ્વર પુજારાએ કહ્યું હતું કે ‘મને ખબર નથી કે બૅટિંગ ઑર્ડર શું હશે, પરંતુ મેં સાંભળ્યું છે કે કે. એલ. રાહુલ ઓપનિંગ કરી શકે છે
કે. એલ. રાહુલ
ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારા બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT)માં કૉમેન્ટેટરની ભૂમિકામાં જોવા મળશે. સ્ટાર સ્પોર્ટ્સ પર એક શોમાં તેણે કે. એલ. રાહુલની બૅટિંગ-પોઝિશન વિશે મહત્ત્વની વાત કહી હતી. ૩૬ વર્ષના ચેતેશ્વર પુજારાએ કહ્યું હતું કે ‘મને ખબર નથી કે બૅટિંગ ઑર્ડર શું હશે, પરંતુ મેં સાંભળ્યું છે કે કે. એલ. રાહુલ ઓપનિંગ કરી શકે છે. જોકે હું તેને નંબર ત્રણ પર પસંદ કરીશ. તેને એ સ્થિતિમાં બૅટિંગ કરવાનો અનુભવ છે. ઇનિંગ્સની શરૂઆત કરતાં વધારે તેના માટે ત્રીજા નંબર પર બૅટિંગ કરવી સરળ રહેશે. મેં સાંભળ્યું છે કે લેફ્ટ હૅન્ડ-રાઇટ હૅન્ડ કૉમ્બિનેશનને કારણે નંબર ત્રણ પર દેવદત્ત પડિક્કલ હોઈ શકે છે, પરંતુ મને લાગે છે કે કે. એલ. રાહુલ માટે એ સ્થાને બૅટિંગ કરવી યોગ્ય રહેશે.’
કે. એલ. રાહુલનો દરેક બૅટિંગ પોઝિશન પર ટેસ્ટ-રેકૉર્ડ
પહેલા ક્રમે : ૧૬૦૧ રન
બીજા ક્રમે : ૯૫૦ રન
ત્રીજા ક્રમે : ૮૮ રન
ચોથા ક્રમે : ૧૦૮ રન
છઠ્ઠા ક્રમે : ૨૩૪ રન
કુલ રન : ૨૯૮૧ રન