અશ્વિનનું ઘર પણ આ જગ્યાએ છે. ઠરાવ પસાર કરતાં પહેલાં GCCએ અશ્વિનના યોગદાનને માન્યતા આપવા માટે રાજ્ય સરકારની મંજૂરી માગી હતી.
રવિચન્દ્રન અશ્વિન
ભૂતપૂર્વ ઇન્ટરનૅશનલ ક્રિકેટર રવિચન્દ્રન અશ્વિનના રમતમાં યોગદાનને માન્યતા આપતાં ગ્રેટર ચેન્નઈ કૉર્પોરેશન (GCC)એ સર્વાનુમતે ચેન્નઈના વેસ્ટ મામ્બલમના એક રસ્તાનું નામ આ ઑફ-સ્પિનરના નામ પર રાખવાનો ઠરાવ પસાર કર્યો છે. આ દરખાસ્ત અનુસાર વેસ્ટ મામ્બલમમાં રામકૃષ્ણપુરમ ફર્સ્ટ સ્ટ્રીટનું નામ બદલવામાં આવશે. અશ્વિનનું ઘર પણ આ જગ્યાએ છે. ઠરાવ પસાર કરતાં પહેલાં GCCએ અશ્વિનના યોગદાનને માન્યતા આપવા માટે રાજ્ય સરકારની મંજૂરી માગી હતી.

