સૌ ખેલાડીઓને મહિલા આગેવાનોના હસ્તે ઇનામો આપવામાં આવ્યાં હતાં
ધાનેરા ટીમ
બનાસકાંઠા ચૌધરી પ્રગતિ મંડળ દ્વારા આયોજિત ચૌધરી ક્રિકેટ લીગ ફૉર વુમનમાં ધાનેરા ટીમ ચૅમ્પિયન બની છે. ગયા રવિવારે બોરીવલી-વેસ્ટમાં આવેલા એસ. કે. ગ્રાઉન્ડમાં યોજાયેલી આ ટુર્નામેન્ટમાં કુલ પાંચ મહિલા ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ જંગ ધાનેરા અને બોરીવલી ટીમ વચ્ચે જામ્યો હતો, જેમાં બોરીવલી ટીમે પ્રથમ બૅટિંગ કરતાં ૩ ઓવરમાં ફક્ત ૧૩ રન જ બનાવ્યા હતા અને ધાનેરાએ એક પણ વિકેટ ગુમાવ્યા વગર છેલ્લા બૉલે ૧૪ રન બનાવીને ચૅમ્પિયન ટ્રોફી જીતી લીધી હતી. ટુર્નામેન્ટ દરમ્યાન ખેલાડીઓનો ઉત્સાહ વધારવા મોટી સંખ્યામાં સમાજની મહિલાઓ અને બાળકો ઉપસ્થિત રહ્યાં હતાં. સૌ ખેલાડીઓને મહિલા આગેવાનોના હસ્તે ઇનામો આપવામાં આવ્યાં હતાં. આ આયોજનને સફળ બનાવવામાં વર્ષા જુડાલ, નયના ભટોળ, નિકિતા ગુડોલ વગેરેએ ખૂબ જહેમત ઉઠાવી હતી.