ટીમનો માહોલ ખુશખુશાલ રાખવા બદલ શિખર ધવને ફીલ્ડિંગ કોચ ટી. દિલીપ સહિતના કોચિંગ સ્ટાફની પ્રશંસા કરી હતી.
અક્ષર પટેલને ગબ્બરે ફીલ્ડર ઑફ ધ મૅચનો મેડલ એનાયત કર્યો હતો
દુબઈમાં પાકિસ્તાન સામે ૬ વિકેટે વિજય મેળવ્યા બાદ ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં ખુશખુશાલ માહોલ જોવા મળ્યો હતો. ફીલ્ડર ઑફ ધ મૅચનો મેડલ આપવાની નાનકડી સેરેમનીમાં જ્યારે ભૂતપૂર્વ ઓપનર અને ચૅમ્પિયન્સ ટ્રોફીના ઍમ્બૅસૅડરની ડ્રેસિંગ રૂમમાં એન્ટ્રી થઈ ત્યારે તમામ પ્લેયર્સના ચહેરા પર અનોખી રોનક જોવા મળી હતી. પાકિસ્તાનના બે બૅટરને રનઆઉટ કરનાર અને એક કૅચ પકડનાર ઑલરાઉન્ડર અક્ષર પટેલને ગબ્બરે ફીલ્ડર ઑફ ધ મૅચનો મેડલ એનાયત કર્યો હતો. ટીમનો માહોલ ખુશખુશાલ રાખવા બદલ શિખર ધવને ફીલ્ડિંગ કોચ ટી. દિલીપ સહિતના કોચિંગ સ્ટાફની પ્રશંસા કરી હતી.

