૨૦૨૨માં T20 વર્લ્ડ કપ જિતાડનાર કૅપ્ટન આજે અંતિમ મૅચમાં નેતૃત્વ કરશે
જોસ બટલર
ઑસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામે રોમાંચક મૅચ હારીને ચૅમ્પિયન્સ ટ્રોફી જીતવાની રેસમાંથી બહાર થયેલા ઇંગ્લૅન્ડના કૅપ્ટન જોસ બટલરે પોતાના પદ પરથી રાજીમાનું આપી દીધું છે. જૂન ૨૦૨૨માં લિમિટેડ ઓવર્સની ટીમનું નેતૃત્વ સંભાળનાર ૩૪ વર્ષનો બટલર આજે સાઉથ આફ્રિકા સામેની મૅચમાં અંતિમ વાર ટીમનું નેતૃત્વ કરશે. હેડ કોચ બ્રેન્ડન મૅક્લમ સાથે ગઈ કાલે પ્રેસ-કૉન્ફન્સમાં આવીને તેણે કહ્યું કે ‘હું ઇંગ્લૅન્ડની કૅપ્ટન્સી છોડી રહ્યો છું. આ મારા અને ટીમ માટે યોગ્ય નિર્ણય છે. કોઈ આવશે અને બ્રેન્ડન મૅક્લમ સાથે કામ કરશે. તે ટીમને ત્યાં
લઈ જશે જ્યાં એને વધુ સારી રીતે રહેવાની જરૂર છે. આ ટુર્નામેન્ટ મારી કૅપ્ટન્સી માટે મહત્ત્વપૂર્ણ હતી, પરંતુ પરિણામો અમારા પક્ષમાં નહોતાં. મને લાગે છે કે પદ છોડવાનો આ યોગ્ય સમય છે.’
બટલરની કૅપ્ટન્સીમાં ૨૦૨૨નો T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ઇંગ્લૅન્ડ ૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપ અને T20 વર્લ્ડ કપ ટાઇટલ બચાવવામાં નિષ્ફળ રહ્યું હતું.
ADVERTISEMENT
સાઉથ આફ્રિકા-ઇંગ્લૅન્ડનો ICC વન-ડે ઇવેન્ટ્સમાં આમને-સામને ફિફ્ટી-ફિફ્ટીનો રેકૉર્ડ રહ્યો છે
આજે કરાચીમાં ચૅમ્પિયન્સ ટ્રોફીની અંતિમ મૅચ સાઉથ આફ્રિકા અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાશે. ગ્રુપ Bની આ અંતિમ મૅચ સાથે સેમી-ફાઇનલનું ચિત્ર સ્પષ્ટ થશે. રેસમાંથી આઉટ થયેલા ઇંગ્લૅન્ડ સામે મોટી જીત મેળવીને સાઉથ આફ્રિકા સેમી-ફાઇનલમાં પહોંચવા માટે મજબૂત દાવેદારી નોંધાવી શકશે.
ICC વન-ડે ઇવેન્ટમાં આ બન્ને ટીમનો એકબીજા સામેનો રેકૉર્ડ ૫૦-૫૦ રહ્યો છે. વન-ડે વર્લ્ડ કપમાં રમાયેલી ૮ મૅચમાં બન્ને ટીમ ૪-૪ મૅચ જીતી છે, જ્યારે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં રમાયેલી ૪ મૅચમાં પણ બન્ને ટીમ ૨-૨ જીત મેળવવામાં સફળ રહી હતી.
જોસ બટલરનો કૅપ્ટન્સી-રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૯૫ |
જીત |
૪૪ |
હાર |
૪૭ |
નો-રિઝલ્ટ |
૦૪ |

