વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેઇલે ૧૭ ઇનિંગ્સમાં હાઇએસ્ટ ૭૯૧ રન ફટકાર્યા છે. ભારતનો વિરાટ કોહલી વર્તમાન ઍક્ટિવ પ્લેયર્સમાં સૌથી વધુ ૧૩ ઇનિંગ્સમાં ૫૨૯ રનનો રેકૉર્ડ ધરાવે છે
પ્રૅક્ટિસ દરમ્યાન વિરાટ કોહલી, ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન મસ્તીના મૂડમાં રવીન્દ્ર જાડેજા.
ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માં આ વખતે ભારતના સ્ટાર ક્રિકેટર્સ પાસે આ ટુર્નામેન્ટના હાઇએસ્ટ રન અને વિકેટનો રેકૉર્ડ તોડવાની તક છે. વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેઇલે ૧૭ ઇનિંગ્સમાં હાઇએસ્ટ ૭૯૧ રન ફટકાર્યા છે. ભારતનો વિરાટ કોહલી વર્તમાન ઍક્ટિવ પ્લેયર્સમાં સૌથી વધુ ૧૩ ઇનિંગ્સમાં ૫૨૯ રનનો રેકૉર્ડ ધરાવે છે. તેને આ રેકૉર્ડ તોડવા ૨૬૩ રનની જરૂર છે. ગેઇલે ૨૦૦૬માં એક સીઝનનો હાઇએસ્ટ ૪૭૪ રનનો સ્કોર પણ કર્યો હતો.
ન્યુ ઝીલૅન્ડનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર કાયલ ડેવિડ મિલ્સ ૧૫ મૅચમાં ૨૮ વિકેટ સાથે આ ટુર્નામેન્ટનો હાઇએસ્ટ વિકેટટેકર છે. ઍક્ટિવ પ્લેયર્સમાં ભારતીય સ્પિનર રવીન્દ્ર જાડેજા ૧૦ મૅચમાં ૧૬ વિકેટનો હાઇએસ્ટ રેકૉર્ડ ધરાવે છે. તેને આ રેકૉર્ડ તોડવા ૧૩ વિકેટની જરૂર છે. એક સીઝનમાં સૌથી વધુ ૧૩ વિકેટ લેવાનો રેકૉર્ડ પાકિસ્તાની ફાસ્ટ બોલર હસન અલી (વર્ષ ૨૦૧૭) અને વેસ્ટ ઇન્ડીઝના જેરોમ ટેલર (વર્ષ ૨૦૦૬)ના નામે છે. આમ આ ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માં વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજાના પ્રદર્શન પર તમામ ક્રિકેટ-ફૅન્સની નજર રહેશે.

