2025ની ચૅમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનમાં હાઇબ્રિડ મૉડલના વિવાદ વચ્ચે ટ્રોફી-ટૂર શરૂ થઈ છે.
2025ની ચૅમ્પિયન્સ ટ્રોફી
2025ની ચૅમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનમાં હાઇબ્રિડ મૉડલના વિવાદ વચ્ચે ટ્રોફી-ટૂર શરૂ થઈ છે. BCCI અને ICCની સલાહ માનીને પાકિસ્તાન બોર્ડે પાકિસ્તાન ઑક્યુપાઇડ કાશ્મીર (POK)માં ટ્રોફી-ટૂર કરવાનું ટાળ્યું છે. હાલમાં પાકિસ્તાનનાં પ્રખ્યાત સ્થળોએ ફરી રહેલી ટ્રોફી અન્ય છ દેશના ટૂર બાદ ૧૫થી ૨૬ જાન્યુઆરી દરમ્યાન ભારતમાં આવશે.
યુનિક હેરસ્ટાઇલને લીધે ચર્ચામાં છે ઍડમ ઝૅમ્પા
ADVERTISEMENT
પાકિસ્તાન સામેની બીજી T20 મૅચ રમીને ઑસ્ટ્રેલિયન લેગ સ્પિનર ઍડમ ઝૅમ્પાએ ૨૦૦ ઇન્ટરનૅશનલ મૅચ પૂરી કરી છે. એક સમયે લાંબા વાળ સાથે રમતો આ ક્રિકેટર સિરીઝની બીજી મૅચમાં યુનિક હેાસ્ટાઇલ સાથે મેદાન પર જોવા મળ્યો હતો. તેણે મૅચ બાદ કહ્યું હતું કે હું મારી ફન્કી હેરસ્ટાઇલ માટે જાણીતો છું. એનાથી ડ્રેસિંગ રૂમમાં સારી ઊર્જા જળવાઈ રહે છે.