કાંગારૂ ટીમનો ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ ક્લાર્ક કહે છે કે...
માઇકલ ક્લાર્ક
ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ-ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ ક્લાર્કે આગામી 2025 ICC ચૅમ્પિયન્સ ટ્રોફી માટે એક બોલ્ડ ભવિષ્યવાણી કરી છે. ૨૦૦૬માં રિકી પૉન્ટિંગની આગેવાની હેઠળ વેસ્ટ ઇન્ડિઝને હરાવીને ચૅમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતનાર ઑસ્ટ્રેલિયન ટીમનો આ ક્રિકેટર માને છે કે ૯ માર્ચે યોજાનારી ચૅમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં ભારત અને ઑસ્ટ્રેલિયા એકબીજાનો સામનો કરશે જે ૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપના ફાઇનલિસ્ટ પણ હતા.
એક પૉડકાસ્ટમાં માઇકલ ક્લાર્ક કહે છે, ‘મને લાગે છે કે ઑસ્ટ્રેલિયા ફાઇનલમાં ભારત સામે રમશે. હું આ જ આશા રાખું છું. મને લાગે છે કે ભારત ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાને હરાવશે. મારા મોઢામાંથી આ વાત નીકળી ગઈ, મને વિશ્વાસ નથી થઈ રહ્યો. મને લાગે છે કે ભારત ટુર્નામેન્ટ જીતશે. હું એની સાથે છું.’
ADVERTISEMENT
૨૦૦૬ અને ૨૦૦૯માં બૅક-ટુ-બૅક ચૅમ્પિયન્સ ટ્રોફી જીતનાર ઑસ્ટ્રેલિયન ટીમ આ વખતે નબળી દેખાઈ રહી છે. પાંચ સ્ટાર ઑસ્ટ્રેલિયન પ્લેયર્સ ટુર્નામેન્ટ પહેલાં જ બહાર થઈ ગયા છે અને સ્ટીવ સ્મિથના નેતૃત્વ હેઠળની ઑસ્ટ્રેલિયન ટીમે શ્રીલંકા સામે પહેલી વાર ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો છે.
હમણાં સુધી ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ૧૩ ટીમ રમી ચૂકી છે : સૌથી વધુ મૅચ જીતી છે ભારતીય ટીમ, સૌથી વધુ હારી છે પાકિસ્તાનની ટીમ
૧૯૯૮થી રમાઈ રહેલી ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ૧૩ ટીમ રમી ચૂકી છે જેમાંથી ભારતીય ટીમે સૌથી વધુ ૨૯માંથી ૧૮ મૅચ જીતી છે, જ્યારે પાકિસ્તાનની ટીમ સૌથી વધુ ૨૩માંથી ૧૨ મૅચ હારી છે. કેન્યા (પાંચ મૅચ), નેધરલૅન્ડ્સ (બે મૅચ), અમેરિકા (બે મૅચ) અને ઝિમ્બાબ્વે (૯ મૅચ) આ ટુર્નામેન્ટમાં ક્યારેય એક પણ મૅચ જીતી શકી નથી. અફઘાનિસ્તાનની ટીમ આ વર્ષે પહેલી વાર આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે.
ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લઈ રહેલી ટીમ કેટલી મૅચ જીતી છે?
ભારત (૨૯ મૅચ) : ૧૮ જીત, ૮ હાર, ૩ મૅચ નો-રિઝલ્ટ
ઇંગ્લૅન્ડ (૨૫ મૅચ) : ૧૪ જીત, ૧૧ હાર
શ્રીલંકા (૨૭ મૅચ) : ૧૪ જીત, ૧૧ હાર, બે મૅચ નો-રિઝલ્ટ
ઑસ્ટ્રેલિયા (૨૪ મૅચ) : ૧૨ જીત, ૮ હાર, ચાર મૅચ નો-રિઝલ્ટ
ન્યુ ઝીલૅન્ડ (૨૪ મૅચ) : ૧૨ જીત, ૧૦ હાર, બે મૅચ નો-રિઝલ્ટ
સાઉથ આફ્રિકા (૨૪ મૅચ) : ૧૨ જીત, ૧૧ હાર, એક મૅચ ટાઇ
પાકિસ્તાન (૨૩ મૅચ) : ૧૧ જીત, ૧૨ હાર
બંગલાદેશ (૧૨ મૅચ) : બે જીત, ૯ હાર, એક મૅચ નો-રિઝલ્ટ

