રોહિત શર્માના નેતૃત્વમાં ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 જીતનાર ભારતીય ટીમ માટે ભારતીય ક્રિકેટ બોર્ડે ૫૮ કરોડ રૂપિયાના કૅશ પ્રાઇઝની જાહેરાત કરી છે. વિજેતા બનવા પર ICC તરફથી ભારતને ઑલમોસ્ટ ૨૦ કરોડ રૂપિયાની રોકડ ઇનામી રકમ મળી છે.
ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 જીતનાર ભારતીય ટીમ
રોહિત શર્માના નેતૃત્વમાં ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 જીતનાર ભારતીય ટીમ માટે ભારતીય ક્રિકેટ બોર્ડે ૫૮ કરોડ રૂપિયાના કૅશ પ્રાઇઝની જાહેરાત કરી છે. અહેવાલ અનુસાર ટીમના પ્લેયર્સ અને હેડ કોચ ગૌતમ ગંભીરને ત્રણ-ત્રણ કરોડ રૂપિયા, કોચિંગ સ્ટાફને ૫૦-૫૦ લાખ રૂપિયા જ્યારે સિલેક્ટર્સ સહિતના બોર્ડના અધિકારીઓને પચીસ-પચીસ લાખ રૂપિયા મળશે. વિજેતા બનવા પર ICC તરફથી ભારતને ઑલમોસ્ટ ૨૦ કરોડ રૂપિયાની રોકડ ઇનામી રકમ મળી છે.

