૩૦૮મી ઇન્ટરનૅશનલ જીત મેળવીને રોહિત શર્માએ ૩૦૭ મૅચ જીતનાર સચિન તેન્ડુલકરને પાછળ છોડી દીધો હતો
જીત બાદ રવિચન્દ્રન અશ્વિનની પત્ની અને દીકરીઓને મળ્યો હતો કૅપ્ટન રોહિત શર્મા.
બંગલાદેશ સામે પહેલી ટેસ્ટ-મૅચ જીતીને કૅપ્ટન રોહિત શર્માએ ઇન્ટરનૅશનલ મૅચમાં સૌથી વધુ જીતના મામલે દિગ્ગજ ક્રિકેટર સચિન તેન્ડુલકરને પાછળ છોડ્યો હતો. ૩૦૮મી ઇન્ટરનૅશનલ જીત મેળવીને રોહિત શર્માએ ૩૦૭ મૅચ જીતનાર સચિન તેન્ડુલકરને પાછળ છોડી દીધો હતો. જોકે વિરાટ કોહલી ૩૨૨ જીત સાથે સૌથી વધુ ઇન્ટરનૅશનલ મૅચ જીતનાર ભારતીય ક્રિકેટર છે.
બે ટેસ્ટની સિરીઝમાં લીડ મેળવ્યા બાદ રોહિત શર્માએ કહ્યું હતું કે ‘વર્લ્ડ ટેસ્ટ-ચૅમ્પિયનશિપમાં પડકારોનો સામનો કરવા માટે મજબૂત બોલિંગ-વિકલ્પો પર ધ્યાન આપવામાં આવશે. અમારે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમે જ્યાં પણ રમ્યા છીએ ત્યાં અમારા વિકલ્પોનો સારી રીતે ઉપયોગ કરવામાં અમે સફળ રહ્યા છીએ. અમે ઝડપી બોલિંગ અને સ્પિન બન્ને વિકલ્પોનો ઉપયોગ કરવામાં સફળ રહ્યા છીએ. આગામી મૅચોને ધ્યાનમાં રાખીને અમારા માટે આ એક શાનદાર પરિણામ છે.`
ADVERTISEMENT
સૌથી વધુ ઇન્ટરનૅશનલ મૅચ જીતનાર ક્રિકેટર્સ
૩૭૭ જીત - રિકી પૉન્ટિંગ (૫૬૦ મૅચ)
૩૩૬ જીત - મહેલા જયવર્દને (૬૫૨ મૅચ)
૩૨૨ જીત - વિરાટ કોહલી (૫૩૪ મૅચ)
૩૦૮ જીત - રોહિત શર્મા (૪૮૪ મૅચ)
૩૦૭ જીત - સચિન તેન્ડુલકર (૬૬૪ મૅચ)