અનુભવ પરથી આૅસ્ટ્રેલિયન ટીમને શેન વૉટસને આપી સલાહ...
શેન વૉટસન
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર શેન વૉટસને ઑસ્ટ્રેલિયન ટીમને બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં વિરાટ કોહલીનો સામનો કરવા બાબતે મહત્ત્વપૂર્ણ સલાહ આપી હતી. તે માને છે કે ‘કોહલીને જ્યારે ઉશ્કેરવામાં આવે ત્યારે તે જુસ્સા સાથે રમે છે અને શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. છેલ્લી કેટલીક મૅચમાં તેની અંદર એવી તીવ્રતા જોવા નથી મળી. ઑસ્ટ્રેલિયાએ તેને એકલો છોડી દેવો જોઈએ અને તેના ફૉર્મમાં પરત ફરવાનો જુસ્સો ન આવવા દેવો જોઈએ.’
ભૂતકાળમાં ઑસ્ટ્રેલિયન પ્લેયર્સે મોટા ભાગે કોહલીની ઉશ્કેરણી બાદ મૅચમાં સતત બાઉન્ડરી બચાવવા દોડવું પડ્યું છે અને વૉટસને પોતે એનો અનુભવ કર્યો છે.