બૉર્ડર-ગાવસકર ટ્રોફી પહેલાં રવિચન્દ્રન અશ્વિને સંકેત આપ્યો છે કે તેણે ઑસ્ટ્રેલિયન બૅટિંગના મુખ્ય આધાર સમાન સ્ટીવ સ્મિથને ઝડપથી આઉટ કરવાની રણનીતિ બનાવી લીધી છે
રવિચન્દ્રન અશ્વિન, સ્ટીવ સ્મિથ
બૉર્ડર-ગાવસકર ટ્રોફી પહેલાં રવિચન્દ્રન અશ્વિને સંકેત આપ્યો છે કે તેણે ઑસ્ટ્રેલિયન બૅટિંગના મુખ્ય આધાર સમાન સ્ટીવ સ્મિથને ઝડપથી આઉટ કરવાની રણનીતિ બનાવી લીધી છે. ભારતીય ઑફ સ્પિનર રવિચન્દ્રન અશ્વિને એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે ‘સ્ટીવ સ્મિથ ખાસ કરીને સ્પિન સામેના ખેલાડી તરીકે આકર્ષક છે. તેની પાસે એક અનોખી ટેક્નિક છે, તે ફાસ્ટ બોલિંગ પણ રમે છે પરંતુ સ્પિનના સંદર્ભમાં મને લાગે છે કે તે સારી વ્યૂહરચના અને સારી તૈયારી સાથે આવે છે અને વર્ષોથી મેં તેને સમજવાની રીત અને માધ્યમો શોધી કાઢ્યાં છે. જ્યારે તે દિલ્હી કૅપિટલ્સ અને પુણે સુપર જાયન્ટ્સમાં હતો ત્યારે તેની સાથેની નેટ-પ્રૅક્ટિસમાં મને સમજાયું કે તે કેવી રીતે તૈયારી કરે છે અને તેને શું ગમે છે અને શું નથી ગમતું. તે ખૂબ જ વિચારશીલ ક્રિકેટર પણ છે. તે તમને દરેક સમયે પાછળ રાખવા માગે છે. તેની પાસે પ્રૅક્ટિસ કરવાની અને મેદાન પર તમારો સામનો કરવાની અનોખી રીત છે.’
ટેસ્ટમાં રવિચન્દ્રન અશ્વિન સામેનો સ્ટીવ સ્મિથનો રેકૉર્ડ
રન ૪૧૨
બૉલ ૬૯૪
આઉટ ૦૬
ડોટ બૉલ ૪૫૦
ચોગ્ગા ૩૭
છગ્ગા ૦૫
સ્ટ્રાઇક-રેટ ૫૯.૪
ઍવરેજ ૬૮.૭