બૅન્ગલોરમાં સેન્ટર ઑફ એક્સલન્સ ખાતે BCCIની મેડિકલ ટીમ ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સાથે તેના જમણા પગની સર્જરી બાદ તેની રિકવરી અને રીહૅબિલિટેશન પર કામ કરી રહી છે.
મોહમ્મદ શમી
બૅન્ગલોરમાં સેન્ટર ઑફ એક્સલન્સ ખાતે BCCIની મેડિકલ ટીમ ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સાથે તેના જમણા પગની સર્જરી બાદ તેની રિકવરી અને રીહૅબિલિટેશન પર કામ કરી રહી છે. શમી આમ તો આ સમસ્યામાંથી સંપૂર્ણ રીતે બહાર આવી ગયો છે, પરંતુ બંગાળ માટે રણજીમાં ૪૩ ઓવર ફેંક્યા બાદ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની તમામ ૯ મૅચમાં બોલિંગ કરવાની સાથે વધારાનાં બોલિંગ સત્રોમાં પણ ભાગ લેવાથી તેના ડાબા ઘૂંટણમાં નજીવો સોજો આવ્યો છે. લાંબા સમય બાદ બોલિંગમાં વધારો થવાને કારણે સોજો આવવાની ધારણા છે. તેના ઘૂંટણને બોલિંગના ભારને સંભાળવા માટે વધુ સમયની જરૂર છે.
પરિણામે તેને બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT)ની બાકીની બે ટેસ્ટ માટે યોગ્ય માનવામાં આવ્યો નથી. સેન્ટર ઑફ એક્સલન્સમાં મેડિકલ સ્ટાફના માર્ગદર્શન હેઠળ તેની ફિટનેસ પર વધુ કામ કરવામાં આવી રહ્યું છે. વન-ડે ફૉર્મેટની વિજય હઝારે ટ્રોફીમાં તેની ભાગીદારી તેના ઘૂંટણની સ્વસ્થ પ્રગતિ પર નિર્ભર કરે છે. ગયા વર્ષના વન-ડે વર્લ્ડ કપ બાદ તે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં વાપસી કરી શક્યો નથી.