ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વૉન કહે છે કે ઑસ્ટ્રેલિયા સામે સિરીઝ જીતવા બન્નેએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે
વિરાટ કોહલી, રોહિત શર્મા
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર માઇકલ વૉને આગામી બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT) માટે ભારતીય ટીમને સલાહસૂચન આપ્યાં છે. ૫૦ વર્ષના આ કૉમેન્ટેટરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘જો ભારતે ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝ જીતવી હોય તો વિરાટ કોહલી અને રોહિત શર્માએ વધુમાં વધુ રન બનાવવા પડશે અને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. મને આ બન્ને પ્લેયર્સ પાસેથી વિસ્ફોટક બૅટિંગની આશા છે. જોકે આ બાબત તેમના માટે એટલી સરળ નહીં રહે, કારણ કે ઑસ્ટ્રેલિયન બોલિંગ-આક્રમણ સામે રમવું ખૂબ મુશ્કેલ છે અને તેમને તેમના જ ઘરમાં હરાવવું કોઈ પણ ટીમ માટે સરળ બાબત નથી. જો આ સિદ્ધિ હાંસલ કરવી હોય તો તમારે તમારી ટેક્નિકમાં સુધારો કરવો પડશે અને ઑસ્ટ્રેલિયા સામે સકારાત્મક માનસિકતા સાથે રમવું પડશે. બન્ને બૅટ્સમેન આઉટ ઑફ ફૉર્મ હોવા છતાં પણ તેઓએ ફરી એક વાર પોતાની છાપ છોડવી પડશે.’
BGTમાં વિરાટ કોહલીનું પ્રદર્શન
મૅચ ૨૪
ઇનિંગ્સ ૪૨
રન ૧૯૭૯
ઍવરેજ ૪૮.૨૬
સ્ટ્રાઇક-રેટ ૫૨.૨૫
સેન્ચુરી ૦૮
ADVERTISEMENT
BGTમાં રોહિત શર્માનું પ્રદર્શન
મૅચ ૧૧
ઇનિંગ્સ ૨૦
રન ૬૫૦
ઍવરેજ ૩૪.૨૧
સ્ટ્રાઇક-રેટ ૫૧.૧૪
સેન્ચુરી ૦૧
ફિફ્ટી ૦૩