બૉર્ડર-ગાવસકર ટ્રોફીની પહેલી પર્થ ટેસ્ટ માટે કેટલીક મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. અહેવાલ અનુસાર ઇન્ટ્રા-સ્ક્વૉડ મૅચ દરમ્યાન કોણીની ઇન્જરીનો સામનો કરનાર કે. એલ. રાહુલ હવે ફિટ છે.
કે. એલ. રાહુલ
બૉર્ડર-ગાવસકર ટ્રોફીની પહેલી પર્થ ટેસ્ટ માટે કેટલીક મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. અહેવાલ અનુસાર ઇન્ટ્રા-સ્ક્વૉડ મૅચ દરમ્યાન કોણીની ઇન્જરીનો સામનો કરનાર કે. એલ. રાહુલ હવે ફિટ છે. તે યશસ્વી જાયસવાલ સાથે ઓપનિંગ કરતો જોવા મળી શકે છે. અંગૂઠામાં ફ્રૅક્ચરને કારણે શુભમન ગિલ પહેલી ટેસ્ટમાંથી લગભગ બહાર થયો છે. દેવદત્ત પડિક્કલને તેના માટે બૅકઅપ પ્લેયર તરીકે સ્ક્વૉડ સાથે રાખવામાં આવશે. ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી પહેલી મૅચથી ટેસ્ટ ડેબ્યુ કરે એવી સંભાવના છે.
હાલમાં બીજી વાર પપ્પા બનનાર કૅપ્ટન રોહિત શર્મા પોતાની ફૅમિલી સાથે વધુ સમય પસાર કરવાનો હોવાથી ૬ ડિસેમ્બરથી આયોજિત બીજી ટેસ્ટથી જ ટીમમાં વાપસી કરશે. તેના સ્થાને વાઇસ-કૅપ્ટન જસપ્રીત બુમરાહ પર્થ ટેસ્ટમાં ટીમનું નેતૃત્વ કરશે એ નક્કી છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ઇન્ટરનૅશનલ મૅચ માટે પોતાની ફિટનેસ સાબિત કરવા માટે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમવી પડશે.