ઑસ્ટ્રેલિયા માટે સૌથી વધુ વિકેટ લેનાર ગ્લેન મૅક્ગ્રાએ ભારતીય બોલર જસપ્રીત બુમરાહની ભરપૂર પ્રશંસા કરી છે
જસપ્રીત બુમરાહ
ફાસ્ટ બોલર તરીકે ઑસ્ટ્રેલિયા માટે સૌથી વધુ વિકેટ લેનાર ગ્લેન મૅક્ગ્રા (૯૪૮ વિકેટ)એ ભારતીય બોલર જસપ્રીત બુમરાહની ભરપૂર પ્રશંસા કરી છે. ઑસ્ટ્રેલિયા માટે ટેસ્ટમાં ૫૬૩ વિકેટ લઈ ચૂકેલો ૫૪ વર્ષનો ગ્લેન મૅક્ગ્રા કહે છે કે ‘બુમરાહ ભારતીય ટીમનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે અને જો તે ત્યાં ન હોત તો બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT) સંપૂર્ણપણે એકતરફી બની હોત. આ બતાવે છે કે તે કેટલો ખાસ છે. તેણે પરિસ્થિતિઓમાં ઍડ્જસ્ટ થવાનો રસ્તો શોધી કાઢ્યો છે. રનઅપનાં છેલ્લાં કેટલાંક સ્ટેપ્સમાં તે જે રીતે તેની તમામ તાકાત લગાવી દે છે એ ખરેખર અદ્ભુત છે. મારી જેમ તેના હાથ પાછળની તરફ વધુ વળે છે. તે એના પર ઉત્તમ નિયંત્રણ ધરાવે છે અને એનો સારી રીતે ઉપયોગ કરે છે. હું જસપ્રીતનો મોટો ફૅન છું.’