ઑસ્ટ્રેલિયાના પ્રખ્યાત હેરસ્ટાઇલિસ્ટ જૉર્ડન ટૅબકમૅને તેને આ નવો લુક આપ્યો છે. તેણે શૅર કરેલા વિડિયોમાં કોહલી નવી હેરસ્ટાઇલ સાથે ઘણો આત્મવિશ્વાસુ અને ખુશ દેખાઈ રહ્યો છે.
વિરાટ કોહલીએ પોતાનો લુક બદલ્યો
૨૬ ડિસેમ્બરથી શરૂ થનારી બૉક્સિંગ ડે ટેસ્ટ પહેલાં વિરાટ કોહલીએ પોતાનો લુક બદલ્યો છે. પ્રતિષ્ઠિત મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)માં યોજાનારી આ ટેસ્ટ પહેલાં કિંગ કોહલીએ નવી હેરસ્ટાઇલ અપનાવી છે. ઑસ્ટ્રેલિયાના પ્રખ્યાત હેરસ્ટાઇલિસ્ટ જૉર્ડન ટૅબકમૅને તેને આ નવો લુક આપ્યો છે. તેણે શૅર કરેલા વિડિયોમાં કોહલી નવી હેરસ્ટાઇલ સાથે ઘણો આત્મવિશ્વાસુ અને ખુશ દેખાઈ રહ્યો છે. ૨૦૧૮માં પણ ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન કોહલી આવી જ હેરસ્ટાઇલમાં જોવા મળ્યો હતો.