૨૬ ડિસેમ્બરથી મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર આયોજિત બૉક્સિંગ ડે ટેસ્ટ માટે ભારત અને ઑસ્ટ્રેલિયાના પ્લેયર્સે તૈયારી શરૂ કરી દીધી છે
નેટ-પ્રૅક્ટિસ દરમ્યાન ઘૂંટણમાં ઈજા થતાં રોહિત શર્માએ થોડા સમય માટે છોડવી પડી પ્રૅક્ટિસ
૨૬ ડિસેમ્બરથી મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર આયોજિત બૉક્સિંગ ડે ટેસ્ટ માટે ભારત અને ઑસ્ટ્રેલિયાના પ્લેયર્સે તૈયારી શરૂ કરી દીધી છે, પણ ગઈ કાલે પ્રૅક્ટિસ સેશન દરમ્યાન ભારતીય કૅપ્ટન રોહિત શર્મા, ઓપનર કે. એલ. રાહુલ અને ફાસ્ટ બૉલર આકાશ દીપની ઈજાએ ભારતીય ફૅન્સની ચિંતા વધારી હતી.
ADVERTISEMENT
પ્રૅક્ટિસ સેશન દરમ્યાન ઓપનર કે. એલ. રાહુલ.
રોહિત શર્માને નેટ-પ્રૅક્ટિસ દરમ્યાન ડાબા ઘૂંટણમાં અને આકાશ દીપને હાથમાં ઈજા થઈ હતી. થ્રો-ડાઉનનો સામનો કરતી વખતે આ બન્ને ખેલાડીઓને ઈજા થઈ હતી, જ્યારે રાહુલને જમણા હાથમાં બૉલ વાગતાં થોડા સમય માટે દુખાવાનો અનુભવ થયો હતો. પ્રૅક્ટિસ દરમ્યાન ઈજાને કારણે કંઈક અંશે તેઓ અસહજ દેખાઈ રહ્યા હતા. ફિઝિયોથેરપિસ્ટ દ્વારા તેમની સારવાર પણ કરવામાં આવી હતી.
જોકે આકાશ દીપે પ્રેસ-કૉન્ફરન્સમાં રાહતના સમાચાર આપતાં કહ્યું હતું કે ‘કોઈની ઈજા ગંભીર નથી અને ટીમ ચોથી ટેસ્ટ પહેલાં ફિટનેસની કોઈ સમસ્યાનો સામનો કરી રહી નથી.’