આૅસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટર ઈયાન હીલી કહે છે...
ઈયાન હીલી
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટર ઈયાન હીલીએ ઑસ્ટ્રેલિયાના ટૉપ-ઑર્ડર બૅટ્સમેનોના ફૉર્મને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો છે. ૬૦ વર્ષના ઈયાન હીલી કહે છે કે ‘ઑસ્ટ્રેલિયાના બૅટિંગ-ઑર્ડરના ટૉપ-થ્રી બૅટર ગંભીર રીતે આઉટ ઑફ ફૉર્મ ચાલી રહ્યા છે. મને નથી લાગતું કે મેલબર્ન ટેસ્ટ પહેલાં ઑસ્ટ્રેલિયા તેમના પર કોઈ પ્રેશર કરશે, પરંતુ આપણે સિલેક્ટર્સને પૂછવું જોઈએ કે શું આ ત્રણ બૅટ્સમેનો ફૉર્મમાં પાછા આવી શકે છે? શું તેમને વિશ્વાસ છે કે અમારા ટોચના ત્રણ બૅટ્સમેનો ફૉર્મમાં પાછા આવશે? મેલબર્નની પિચ પણ બૅટ્સમેનોને મદદ કરે છે અને અહીં તેમની પાસે ફૉર્મમાં પરત ફરવાની શ્રેષ્ઠ તક હશે. આ માટે તેમણે તેમના બેઝિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.’
બૉર્ડર-ગાવસકર ટ્રોફીની છેલ્લી ત્રણ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયન ટૉપ-ઑર્ડરના બૅટ્સમેનોનું પ્રદર્શન સાધારણ રહ્યું છે. અનુભવી ઓપનર ઉસ્માન ખ્વાજા ૬ ઇનિંગ્સમાં ૬૩ રન, યંગ ઓપનર નૅથન મેક્સ્વીની ૬ ઇનિંગ્સમાં ૭૨ રન અને મિડલ-ઑર્ડર બૅટર માર્નસ લબુશેન પાંચ ઇનિંગ્સમાં ૮૨ રન ફટકારી શક્યા છે.