સ્ટાર્ક ઠીક થઈ જશે. આશા છે કે તે પાંચમી ટેસ્ટ-મૅચ રમશે
ઍલેક્સ કૅરી
ઑસ્ટ્રેલિયાના વિકેટકીપર-બૅટર ઍલેક્સ કૅરીએ આશા વ્યક્ત કરી છે કે ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક પીઠના દુખાવા વચ્ચે પણ સિડનીમાં ટેસ્ટ-મૅચ રમશે. ભારત સામેની સિરીઝમાં ચાર ટેસ્ટ-મૅચમાં ૧૯૫ રન ફટકારનાર ઍલેક્સ કૅરી કહે છે કે ‘સ્ટાર્ક ઠીક થઈ જશે. આશા છે કે તે પાંચમી ટેસ્ટ-મૅચ રમશે. હું લાંબા સમયથી તેની સાથે રમી રહ્યો છું. તે એક મજબૂત પ્લેયર છે. તેની પીઠમાં દુખાવો છે અને સ્વાભાવિક રીતે એ તેને ક્યારેક પરેશાન કરે છે, પરંતુ મને વિશ્વાસ છે કે તે આગામી મૅચમાં રમવા માટે તૈયાર થઈ જશે.’
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર મિચલ સ્ટાર્કના નામે ૯ ટેસ્ટ-મૅચમાં ૨૪ વિકેટ બોલાય છે.