મિચલ માર્શના સ્થાને ઑલરાઉન્ડર બો વેબસ્ટરને સિડની ટેસ્ટ-મૅચ માટે ઑસ્ટ્રેલિયન ટીમની પ્લેઇંગ ઇલેવનમાં એન્ટ્રી મળી
આૅલરાઉન્ડર બો વેબસ્ટર
ખરાબ ફૉર્મ સાથે સંઘર્ષ કરી રહેલા મિચલ માર્શના સ્થાને ઑલરાઉન્ડર બો વેબસ્ટરને સિડની ટેસ્ટ-મૅચ માટે ઑસ્ટ્રેલિયન ટીમની પ્લેઇંગ ઇલેવનમાં એન્ટ્રી મળી છે. પર્થ ટેસ્ટ-મૅચમાં મિચલ માર્શની ઇન્જરીને કારણે તેને બૅકઅપ પ્લેયર તરીકે કાંગારૂ સ્ક્વૉડમાં સામેલ કરવામાં આવ્યો હતો. પીઠના દુખાવાથી પીડાતા મિચલ સ્ટાર્કની ફિટનેસને લઈને ચાલી રહેલી અફવાઓ પર પૂર્ણવિરામ મુકાયું છે, તે પાંચમી ટેસ્ટ-મૅચ માટે ફિટ છે.
૩૩ વર્ષના મિચલ માર્શે ભારત સામે છેલ્લી ચાર ટેસ્ટ-મૅચની સાત ઇનિંગ્સમાં માત્ર ૭૩ રન બનાવ્યા છે. આ મીડિયમ ફાસ્ટ બોલરે માત્ર ૩૩ ઓવર ફેંકીને ત્રણ વિકેટ લીધી છે. ૩૧ વર્ષનો વેબસ્ટર કાંગારૂ ટીમ માટે ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરશે. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૧૪૮ વિકેટ લીધી છે અને ૫૨૪૭ રન બનાવ્યા છે.