તે ટેસ્ટ-ઇનિંગ્સની પહેલી ઓવરમાં સૌથી વધુ ૧૬ રન ફટકારનાર ચોથો બૅટર બન્યો છે
યશસ્વી જાયસવાલ
સિડની ટેસ્ટ-મૅચની પહેલી ઇનિંગ્સમાં ૧૦ રન ફટકારનાર ઓપનર યશસ્વી જાયસવાલે બીજી ઇનિંગ્સમાં ૩૫ બૉલમાં ચાર ચોગ્ગાની મદદથી બાવીસ રન ફટકાર્યા હતા. તેણે બીજી ઇનિંગ્સની પહેલી ઓવરમાં ઑસ્ટ્રેલિયાના ખતરનાક બોલર મિચલ સ્ટાર્ક સામે ૧૬ રન ફટકાર્યા હતા. આ સાથે તેણે વર્લ્ડ રેકૉર્ડની બરાબરી કરી છે. તે ટેસ્ટ-ઇનિંગ્સની પહેલી ઓવરમાં સૌથી વધુ ૧૬ રન ફટકારનાર ચોથો બૅટર બન્યો છે.
આ પહેલાં ઑસ્ટ્રેલિયાના માઇકલ સ્લેટરે ઇંગ્લૅન્ડ સામે ૨૦૦૧માં, વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેઇલે ન્યુ ઝીલૅન્ડ સામે ૨૦૧૨માં અને શ્રીલંકાના ઓશદા ફર્નાન્ડોએ બંગલાદેશ સામે ૨૦૨૨માં ટેસ્ટ-ઇનિંગ્સની પહેલી ઓવરમાં ૧૬ રન ફટકાર્યા હતા. ભારતીય બેટર્સમાં યશસ્વીએ રોહિત શર્મા અને વીરેન્દર સેહવાગને પછાડ્યા છે. રોહિતે ૨૦૨૩માં ઑસ્ટ્રેલિયા સામે નાગપુરમાં અને સેહવાગે ૨૦૦૫માં કલકત્તામાં પાકિસ્તાન સામે પહેલી ઓવરમાં ૧૩ રન બનાવ્યા હતા.
ADVERTISEMENT
યશસ્વીએ આ સિરીઝમાં ૧૦ ઇનિંગ્સમાં ૩૯૧ રન ફટકાર્યા છે.
સિડનીમાં ભારતની બીજી ઇનિંગ્સની પહેલી ઓવર
પહેલો બૉલ - શૂન્ય રન
બીજો બૉલ - ચોગ્ગો
ત્રીજો બૉલ - ચોગ્ગો
ચોથો બૉલ - ચોગ્ગો
પાંચમો બૉલ - શૂન્ય રન
છઠ્ઠો બૉલ - ચોગ્ગો