ઑસ્ટ્રેલિયન પ્રાઇમ મિનિસ્ટરના ઑફિશ્યલ આવાસમાંથી એક કિરીબિલી હાઉસમાં બન્ને ટીમ સાથે ઍન્થની ઍલ્બનીસે ફોટોશૂટ કરાવ્યું હતું
બન્ને ટીમ સાથે ઑસ્ટ્રેલિયન પ્રાઇમ મિનિસ્ટર ઍન્થની ઍલ્બનીસનું ફોટોશૂટ.
સિડનીમાં ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની અંતિમ ટેસ્ટ-મૅચ પહેલાં ઑસ્ટ્રેલિયન પ્રાઇમ મિનિસ્ટર ઍન્થની ઍલ્બનીસના ઘરે બન્ને ટીમ ભેગી થઈ હતી. ઑસ્ટ્રેલિયન પ્રાઇમ મિનિસ્ટરના ઑફિશ્યલ આવાસમાંથી એક કિરીબિલી હાઉસમાં બન્ને ટીમ સાથે ઍન્થની ઍલ્બનીસે ફોટોશૂટ કરાવ્યું હતું. સ્થાનિક મીડિયા અનુસાર તેમણે શાનદાર પ્રદર્શન કરી રહેલા ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ભરપૂર પ્રશંસા કરી હતી. તેમણે મોબાઇલ ફોનમાં વિરાટ કોહલીને કંઈક બતાવીને તેના ચહેરા પર સ્માઇલ લાવી દીધું હતું.
ADVERTISEMENT
ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ગ્લેન મૅક્ગ્રાએ ઍન્થની ઍલ્બનીસને ગિફ્ટ કરી પિન્ક કૅપ
નવેમ્બરના અંતમાં ભારતીય ટીમ પ્રાઇમ મિનિસ્ટર્સ ઇલેવન સામેની પ્રૅક્ટિસ મૅચ પહેલાં કૅનબેરામાં સંસદમાં પણ ઍન્થની ઍલ્બનીસ આ પહેલાં ભારતીય ટીમને મળ્યા હતા. ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ગ્લેન મૅક્ગ્રાએ પણ અહીં હાજરી આપીને તેમને ઑટોગ્રાફ કરેલી પિન્ક કૅપ ગિફ્ટ કરી હતી. આ ફોટો શૅર કરી ઍન્થની ઍલ્બનીસે લખ્યું કે ‘જ્યારે શુક્રવારે પાંચમી ટેસ્ટ શરૂ થશે ત્યારે મૅક્ગ્રા ફાઉન્ડેશનના મહાન કાર્યના સમર્થનમાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પિન્ક રંગનો દરિયો બની જશે.’
વિરાટ કોહલીને પોતાના મોબાઇલમાં કંઈક બતાવી રહેલા ઍન્થની ઍલ્બનીસ
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં આવતી કાલે ત્રીજી જાન્યુઆરીથી સાત જાન્યુઆરી સુધી પાંચમી ટેસ્ટ-મૅચ રમાશે.