મેલબર્ન ટેસ્ટમાં વિચિત્ર શૉટને કારણે મહત્ત્વપૂર્ણ સમયે વિકેટ ગુમાવનાર ભારતીય વિકેટકીપર રિષભ પંતને ઘણી ટીકાનો સામનો કરવો પડ્યો છે
સંજય માંજરેકર
મેલબર્ન ટેસ્ટમાં વિચિત્ર શૉટને કારણે મહત્ત્વપૂર્ણ સમયે વિકેટ ગુમાવનાર ભારતીય વિકેટકીપર રિષભ પંતને ઘણી ટીકાનો સામનો કરવો પડ્યો છે. કૉમેન્ટેટર સુનીલ ગાવસકરે તો કૉમેન્ટરી દરમ્યાન તેને સ્ટુપિડ કહી દીધો હતો. આ મામલે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે ૨૭ વર્ષના વિકેટકીપર-બૅટરને સમર્થન આપ્યું છે.
ADVERTISEMENT
સંજય માંજરેકરે સોશ્યલ મીડિયા પર લખ્યું કે ‘પંતની ટીકા માત્ર તેની અસફળતાઓ માટે થવી જોઈએ, ન કે તે કેવો શૉટ રમીને આઉટ થયો છે એના પર. ટેસ્ટ-મૅચોમાં તેની ઍવરેજ ૪૨ છે અને ઓછામાં ઓછી ત્રણ શાનદાર ઇનિંગ્સ તેણે રમી છે. ૪૨ ટેસ્ટ-મૅચમાં તેણે છ સેન્ચુરી અને સાત વખત ૯૦ પ્લસનો સ્કોર કર્યો છે. તે એક મહાન પ્લેયર છે જે હમણાં પર્યાપ્ત રન નથી બનાવી રહ્યો.’
પંત ઑસ્ટ્રેલિયામાં બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં બૅટથી સંઘર્ષ કરતો જોવા મળ્યો છે, તેણે ૭ ઇનિંગ્સમાં ૧૫૪ રન બનાવ્યા છે.