ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વૉને મેલબર્નમાં રવીન્દ્ર જાડેજાની પ્રેસ-કૉન્ફરન્સના વિવાદ પર મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે
માઇકલ વૉન
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વૉને મેલબર્નમાં રવીન્દ્ર જાડેજાની પ્રેસ-કૉન્ફરન્સના વિવાદ પર મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તે કહે છે કે ‘ભારત એક પાવરહાઉસ છે. તેમની વાત કરવાની એક અલગ રીત છે. AI એટલે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સમાં એવી સિસ્ટમ્સ છે જેનો ઉપયોગ તમે હિન્દીને ઇંગ્લિશમાં અનુવાદ કરવા માટે કરી શકો છો. એથી જો કોઈ ક્રિકેટર ઇંગ્લિશમાં જવાબ આપવા તૈયાર ન હોય તો આ સિસ્ટમનો ઉપયોગ કરો.’
મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં જાડેજા માટેની પ્રેસ-કૉન્ફરન્સ મુખ્યત્વે ભારતીય મીડિયા માટે હતી. એથી જાડેજાએ ભારતીય મીડિયાના પ્રશ્નોના જવાબ હિન્દીમાં આપીને ઑસ્ટ્રેલિયન મીડિયાના સવાલના જવાબ આપવાનું ટાળ્યું હતું.