ઑસ્ટ્રેલિયા સામે ભારતના નવોદિત ક્રિકેટર નીતીશ કુમાર રેડ્ડીએ ફટકારેલી સેન્ચુરી તેના પરિવારે મેલબર્નના ગ્રાઉન્ડમાં બેસીને જોઈ હતી
સેન્ચુરી સમયે ભારતીય ફૅન્સ વચ્ચે નીતીશના પપ્પા થયા ભાવુક
મેલબર્ન ટેસ્ટ આંધ્ર પ્રદેશની રેડ્ડી ફૅમિલી માટે યાદગાર બની ગઈ છે. નીતીશ કુમાર રેડ્ડીની સેન્ચુરી થઈ એ સમયે તેના પપ્પા મુતાલ્યા રેડ્ડી ભારતીય ફૅન્સની સાથે સ્ટૅન્ડમાં હાજર હતા.
ADVERTISEMENT
સેન્ચુરી પહેલાં તેઓ ખૂબ નર્વસ હતા પણ જેવી સેન્ચુરી થઈ કે સેલિબ્રેશન સાથે તેમની આંખમાંથી આંસુ છલકાઈ ગયાં. તેઓ વારંવાર બે હાથ જોડી ભગવાનનો આભાર માનતા જોવા મળ્યા હતા.
મૅચ બાદ સ્ટેડિયમના એક ભાગમાં પત્રકારોની સામે પણ નીતીશનાં મમ્મી, પપ્પા અને બહેન એકબીજાને ભેટીને રડ્યાં હતાં.
મૅચ બાદ નીતીશનાં મમ્મી, પપ્પા અને બહેન એકભીજાને ભેટી પડ્યાં
નીતીશની બહેને ખુલાસો કર્યો હતો કે તેઓ સ્પેશ્યલ આ મૅચ જોવા માટે જ ઑસ્ટ્રેલિયા આવ્યાં હતાં. ભારતીય ટીમના મૅનેજમેન્ટ ટીમે હોટેલમાં તેમની મુલાકાત નીતીશ સાથે પણ કરાવી હતી. રૂમની બહાર ફૅમિલીને જોઈ નીતીશ પણ ઇમોશનલ થયો હતો. તેનાં મમ્મી, પપ્પા અને બહેને તેને ભેટીને શુભેચ્છા આપી હતી.