તેના બન્ને હાથ પર ટૅટૂ છે
નીતીશ કુમાર રેડ્ડીના ટૅટૂ
અન્ય યંગસ્ટર્સની જેમ જમણા હાથના બૅટર નીતીશ કુમાર રેડ્ડીને પણ ટૅટૂનો શોખ છે. તેના બન્ને હાથ પર ટૅટૂ છે. પહેલું ટૅટૂ તેણે ડાબા હાથ પર બનાવ્યું હતું જેમાં રોમન આંકડાવાળી ઘડિયાળ, વિમાન અને તીર જોવા મળે છે જે તેને ઉચ્ચ ધ્યેય રાખવાની પ્રેરણા આપે છે. તેણે જુલાઈ ૨૦૨૪માં જમણા હાથ પર ટાઇગર અને યોદ્ધાનું ટૅટૂ કરાવ્યું હતું જેને બનાવવામાં ૧૩ કલાકનો સમય લાગ્યો હતો. આ ટૅટૂ તેને યોદ્ધા અને ટાઇગરની જેમ મેદાન પર કિંગની જેમ રમવાની પ્રેરણા આપે છે.