Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કિંગ કોહલીના ૩ રને પણ મેળવ્યું રેકૉર્ડ બુકમાં સ્થાન, વિરાટ આ વિશાળ લિસ્ટમાં થયો સામેલ

કિંગ કોહલીના ૩ રને પણ મેળવ્યું રેકૉર્ડ બુકમાં સ્થાન, વિરાટ આ વિશાળ લિસ્ટમાં થયો સામેલ

Published : 16 December, 2024 12:17 PM | IST | Brisbane
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Border-Gavaskar Trophy - India vs Australia, 3rd Test: વિરાટ કોહલીએ તેને ૧૦૦મી ટેસ્ટમાં ભારતીય ટીમના ભૂતપૂર્વ કોચ રાહુલ દ્રવિડનો આ રેકૉર્ડ તોડ્યો

વિરાટ કોહલી (તસવીર સૌજન્ય : એએફપી)

વિરાટ કોહલી (તસવીર સૌજન્ય : એએફપી)


બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (Border-Gavaskar Trophy)માં ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે બ્રિસબેન (Brisbane)માં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ (Border-Gavaskar Trophy - India vs Australia, 3rd Test) મેચમાં ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ના સ્ટાર બેટર વિરાટ કોહલી (Virat Kohli)નું બેટ શાંત રહ્યું હતું. મિચેલ સ્ટાર્ક (Mitchell Starc)એ ભારતીય ટીમને પહેલા બે ઝટકા આપ્યા હતા. યશસ્વી જાયસ્વાલ (Yashasvi Jaiswal) બાદ શુભમન ગિલ (Shubman Gill) સ્ટાર્કનો શિકાર બન્યો હતો. આ પછી વિરાટ કોહલી બેટિંગ કરવા આવ્યો અને બધાને આશા હતી કે તે કંઈક ખાસ પ્રદર્શન કરતો જોવા મળશે, પરંતુ જોસ હેઝલવુડ (Josh Hazlewood)એ તેને માત્ર ૩ રનના સ્કોર પર આઉટ કર્યો. કોહલી ભલે માત્ર ૩ રન બનાવી શક્યો, પરંતુ તેણે પોતાની ૧૦૦મી ટેસ્ટ મેચ (Virat Kohli 100th Test)માં એક મોટો રેકોર્ડ હાંસલ કર્યો. તેણે ભૂતપૂર્વ કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid)નો જૂનો રેકોર્ડ તોડ્યો.


ગાબા (The Gabba) મેદાનમાં ભારતીય ટીમની પ્રથમ ઇનિંગમાં વિરાટ કોહલી માત્ર ત્રણ રન બનાવીને સસ્તામાં પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે તેણે આઉટ થતા પહેલા બે રન બનાવ્યા હતા, આ દરમિયાન તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ક્રિકેટમાં રનના મામલામાં વિરાટ કોહલીએ ભારતીય ટીમના પૂર્વ કોચ રાહુલ દ્રવિડને પાછળ છોડી દીધો છે.



દ્રવિડે ઓસ્ટ્રેલિયા સામે ૬૨ ટેસ્ટ ઇનિંગ્સમાં ૨,૧૬૬ રન બનાવ્યા છે. તે જ સમયે, વિરાટ કોહલીએ ૪૮ ટેસ્ટ ઇનિંગ્સમાં ૨,૧૬૮ રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ રન બનાવવાના મામલે તે સચિન તેંડુલકર (Sachin Tendulkar)ના ૩,૬૩૦ રન અને વીવીએસ લક્ષ્મણ (VVS Laxman)ના ૨,૪૨૪ રન પછી ત્રીજા સ્થાને છે.


પર્થ (Perth)માં વિરાટ કોહલીએ પ્રથમ ઇનિંગ્સમાં પાંચ રન અને બીજી ઇનિંગ્સમાં ૧૦૦ અણનમ રન બનાવ્યા હતા. આ પછી એડિલેડ (Adelaide)માં કોહલીએ બંને ઇનિંગ્સમાં અનુક્રમે ૭ અને ૧૧ રન બનાવ્યા હતા. તે જ સમયે, ગાબામાં વિરાટ કોહલી ભારતીય ટીમની પ્રથમ ઇનિંગ્સમાં ૩ રન બનાવીને સસ્તામાં પેવેલિયન પરત ફર્યો હતો. આ વર્ષે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર ફેબ-4માં કોહલી ઘણો પાછળ છે. અત્યાર સુધીમાં તેણે ૧૭ ઇનિંગ્સમાં ૨૫ની એવરેજથી ૩૭૬ રન બનાવ્યા છે જેમાં એક સદી સામેલ છે.

બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ સદી ફટકારી હતી. કોહલીએ પર્થમાં બીજી ઇનિંગ્સમાં ૧૦૦ રનની અણનમ ઇનિંગ રમી હતી. કિંગ કોહલીએ અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા સામે ૧૦૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૧૭ સદીની મદદથી ૫,૩૨૯ રન બનાવ્યા છે. આ સાથે તે સચિન તેંડુલકર બાદ બીજો ભારતીય બની ગયો છે જેણે ઓસ્ટ્રેલિયા સામે ૧૦૦ ટેસ્ટ મેચ રમી છે.


Whatsapp-channel Whatsapp-channel

16 December, 2024 12:17 PM IST | Brisbane | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK